Homeગામનાં ચોરેભાજપના આ પૂર્વ નેતાએ લગ્નનું વચન આપી ASI પર ત્રણ વર્ષ સુધી...

ભાજપના આ પૂર્વ નેતાએ લગ્નનું વચન આપી ASI પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ

Team Chabuk-National Desk: ભાજપના પૂર્વ નેતા ભંવરસિંહ પલાડા પર લગ્નનો વાયદો કરી દુષ્કર્મ આચર્યાના આરોપ લાગ્યા છે. આ ગંભીર આરોપની ફરિયાદ ભીલવાડા શહેરના પ્રતાપ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. રિપોર્ટમાં અજમેર નિવાસી પલાડા સહિત બાર આરોપીઓની વિરૂદ્ધ FIR નોંધવવામાં આવી છે. જેમાં નાગૌરના પૂર્વ એએસપી સંજય ગુપ્તાનો પણ સમાવેશ થાય છે. પીડિતા ASIનો આરોપ છે કે ભીલવાડા પોલીસ લાઈન સ્થિત તેના ક્વાર્ટરમાં ભંવરસિંહે વર્ષ 2018થી 2021 સુધી વારંવાર લગ્નનો વાયદો આપી દુષ્કર્મ આચર્યું. જેનું પ્રમાણ પણ મહિલાની પાસે છે. મહિલા મૂળ અજમેરના મસૂદાની રહેવાસી છે.

કોણ કોણ આરોપી?

પ્રતાપ નગર પોલીસને મળેલી જાણકારી અનુસાર, ભીલવાડા પોલીસ લાઈનમાં રહેનારી ASIએ કેસ ફાઈલ કરાવ્યો છે. રિપોર્ટમાં ભંવરસિંહનો ડ્રાઈવર રવીન્દ્ર, પીએ કિશન પુરી, બોડીગાર્ડ કરણ, બજરંગ, વિજય, સંગ સા, મનીષા, ધીરજ, મહિલા કોન્સ્ટેબલ રશ્મિ, નાગૌરના એએસપી સંજય ગુપ્તા અને શિવ બન્નાનું નામ સામેલ છે. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

રિવોલ્વર રાખી દુષ્કર્મ આચર્યું

ASIએ જણાવ્યું હતું કે તેણે વર્ષ 2018માં પલાડાથી ટ્રાન્સફર માટે નાગૌરના તત્કાલીન ASP સંજીવ ગુપ્તાના કહેવા પર સમ્પર્ક કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભંવર સિંહ ASIના પોલીસ લાઈન સ્થિત ક્વાર્ટરમાં આવ્યો હતો. જ્યાં તેણે રિવોલ્વર બતાડી દુષ્કર્મ આચર્યું હતું. વિરોધ વ્યક્ત કરવા પર લગ્નનો વાયદો આપ્યો હતો. એ પછી કેટલીય વખત અલગ અલગ સ્થળ પર લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતાને માર મારવામાં આવ્યો

પીડિતાએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું હતું કે એપ્રિલ 2021માં એ જોધપુર ગઈ હતી. જ્યાં ભંવરસિંહ પલાડા અને અન્ય લોકોએ તેની સાથે મારપીટ કરી હતી. તેની તસવીરોને વાઈરલ કરવાની ધમકી આપી હતી. એ પછી પીડિતાને ધમકીભર્યાં ફોન આવવા લાગ્યા હતા. પીડિતાએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેને ડર છે કે તેની હત્યા કરી શકે છે. તેને ગંભીર ગુનામાં ફસાવવામાં આવી શકે છે. જેથી પીડિતાએ પોલીસ સ્ટેશનમાં આ અંગેની રિપોર્ટ ફાઈલ કરાવી.

ચંચલ મિશ્રા તપાસ કરશે

ભીલવાડા SP આદર્શ સિદ્ધુએ જણાવ્યું હતું કે મહિલા સબ ઈન્સ્પેક્ટરની રિપોર્ટ પર કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. ઘટનામાં મુખ્ય આરોપી ભંવરસિંહ પલાડા સહિત અન્ય 12 લોકોના નામ છે. જેમાં એક ASPનું નામ પણ સામેલ છે. આ સમગ્ર કેસની તપાસ શાહપુરા ખાતેની ASP ચંચલ મિશ્રા કરી રહી છે. ચંચલ મિશ્રા આ પૂર્વે આસારામ કેસની તપાસ કરી ચૂકી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments