Team Chabuk-Gujarat Desk: રામ રાખે તેને કોણ ચાખે ! તેમા પણ ભગવાન રામનું કામ હોય અને ભક્તિમય માહોલ હોય તો લગભગ દુર્ઘટના ન બને તેવી લોકોમાં આસ્થા હોય છે. આવો જ એક ચમત્કારિત કિસ્સો તાપીમાં બન્યો છે. તાપીમાં ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ.
ઘટના કંઈક એવી છે કે, વાલોડ તાલુકાના સ્યદલા ગામે શોભાયાત્રાને લઈને ઉજવણીનો માહોલ હતો. લોકો ડીજેને તાલે ઝૂમી રહ્યા હતા. બાળકોથી લઈ મોટેરા સૌ કોઈ રામના નામમાં લીન હતા. ત્યારે જ એક બાળક રસ્તો પસાર કરવા ગયુ અને ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ ગયું. જો કે, ચમત્કાર એવો થયો કે, આટલી જોરદાર ટક્કર છતા આ બાળકનો વાળ પણ વાંકો ન થયો !
સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, રસ્તા પરથી શોભાયાત્રા નીકળી રહી છે. ડીજેના તાલે લોકો નાચી રહ્યા છે. કેટલાક લોકો ડી.જે નજીક રસ્તાની બંને બાજુ શોભાયાત્રાનું રક્ષણ કરી રહ્યા છે કે કોઈ દુર્ઘટના ન બને. જો કે, આ લોકોની થોડી નજર ચુકતા જ એક બાળક રસ્તો ઓળંગવા જાય છે ત્યારે જ એક ટ્રક પસાર થાય છે અને આ બાળક તેની અડફેટે આવી જાય છે. સદનસીબે ટ્રક બાળક પરથી પસાર થઈ જાય છે અને બાળકનો જીવ બચી જાય છે. ઘટનાના પગલે લોકોમાં દોડધામ મચી જાય છે અને બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાય છે. આ ઘટનામાં બાળકને સામાન્ય ઈજા જ પહોંચી હોવાનો દાવો છે. સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત