Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં બુટલેગરોએ હવે હદ કરી છે. બુટલેગરોએ દારુ ભરેલી કાર સાથે પોલીસની કારને ટક્કર મારતા એક ASIનું મોત થયું છે. ભાવડા પાટિયા પાસે પોલીસ ટીમ પર બુટલેગરે હુમલો કર્યો હતો. દેશી દારૂ ભરેલી ગાડીથી પોલીસની ગાડીને ટક્કર મારી હતી. ટક્કરથી કણભાના ASIનું બળદેવજી મરતાજીનું મોત થયું છે. જ્યારે અન્ય એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો છે.
પોલીસ પર હુમલા અને હત્યાથી ફરી એકવાર ગુજરાતની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. ચર્ચા થઈ રહી છે કે જ્યાં ગુંડાઓથી ખુદ રક્ષકો જ સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિક કેવી રીતે સુરક્ષિત હોઈ શકે ? કેમ ગુજરાતમાં ગુંડાઓનું આટલું જોર વધી ગયું છે કે તેને કાયદો અને પોલીસથી પણ ડર નથી ?
આ ઘટના માત્ર ઘટના નથી પરંતુ પોલીસ તંત્ર અને ગૃહ વિભાગની કામગીરી પર કાળો ધબ્બો છે. એક પોલીસકર્મી જે પોતાની ફરજ નીભાવે છે અને બુટલેગરોનો સામનો કરે છે. પરંતુ કમનસીબે તેમાં ગુંડા તત્વો ફાવી જાય છે. કયાંથી આવા ગુંડા તત્વોને આવી હિંમત થઈ ? રાજ્યમાં દારુબંધી છતાં કેમ વારંવાર દારુ મળે છે ? આટલી મોટી ઘટના બાદ હવે પોલીસ આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી દાખલો બેસાડે તે જરુરી છે. નહીં તો ગુજરાતમાં આવા જ ગુંડા તત્વો અન્ય સુરક્ષાકર્મીઓનો ભોગ લેતા નહીં અચકાય.
પોલીસ પર હુમલાનો આ બનાવ પહેલો નથી. આ અગાઉ પણ 5 જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં PSI સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો થયો હતો. ઝીંઝુવાડામાં આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીને લઈ જતી વખતે ટોળાએ PSIને છરીના ઘા ઝીંક્યા હતા. અન્ય 2 પોલીસકર્મીઓ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. ટોળાના હુમલા દરમિયાન આરોપીઓ ફરાર થયાં હતાં અને PSI સહિત 2 કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત