Homeગુર્જર નગરીચૈતર વસાવાને મળ્યા જામીન, 40 દિવસે મળી રાહત

ચૈતર વસાવાને મળ્યા જામીન, 40 દિવસે મળી રાહત

Team Chabuk-Gujarat Desks: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને જમીન મળ્યા છે. અંદાજે 40 દિવસ બાદ AAPના ધારાસભ્યને રાહત મળી છે. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન્સ જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના જામીન મંજુર કર્યા છે.

આપના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાના ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ હતા. કોર્ટે ચૈતર વસાવા સામે જામીન આપીને શરત પણ મુકી છે. જેમાં ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની મનાઈ ફરમાવી છે. કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રેહવા પડશે.

મહત્વનું છે કે, ચૈતર વસાવા ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાના છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને ભરૂચના નેત્રંગમાં જનસભાને સંબોધી હતી. નેત્રંગમાં જનસભાને સંબોધતા કેજરીવાલએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભરૂચ લોકસભા માટે ચૈતર વસાવા આપના ઉમેદવાર છે. ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે.

chaitar vasava

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments