Homeગુર્જર નગરીસુરતઃ સોસાયટીમાં કાર નીચે કચડાઈ ગયું બે વર્ષનું બાળક, કમકમાટીભર્યું મોત

સુરતઃ સોસાયટીમાં કાર નીચે કચડાઈ ગયું બે વર્ષનું બાળક, કમકમાટીભર્યું મોત

Team Chabuk-Gujarat Desk: સુરતના વેલંજામાં ઘર નજીક રમતા બે વર્ષના બાળકનું કાર નીચે કચડાઈ જવાથી મોત થયું છે. બાળક પર સોસાયટીના જ વ્યક્તિએ કાર ચડાવી દીધી હતી. ઈજાગ્રસ્ત માસૂમને તરત જ સારવાર માટે લઈ જવાયું હતું. જો કે, તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. આ દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સમગ્ર ઘટના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

મળતી માહિતી મુજબ સુરતના છેવાડે આવેલા વેલંજા ખાતે સૌરાષ્ટ્ર ગ્રીન સોસાયટીમાં રહેતા પરશાણીયા પરિવારમાં ચિરાગભાઈના બે વર્ષના પુત્ર કશ્યપ પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારે સોસાયટીમાંથી પસાર થતી કાર બાળક પર ચઢી ગઈ હતી. દાવો છે કે, કારના ડ્રાઈવરનું ધ્યાન ન રહેતા બાળક ઉપર કાર ચઢી ગઈ હતી.

Surat Society Child Crushed under The Car

બીજી તરફ બાળકના મોતના સમાચારને લઈને પરિવાર સાથે સોસાયટીમાં શોકની લાગણી છવાઈ છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments