Homeગુર્જર નગરીરાજકોટઃ ઉપલેટામાં 29 વર્ષીય યુવકની હત્યા, જીમમાં સાથે આવતા યુવકે ઝીંક્યા છરીના...

રાજકોટઃ ઉપલેટામાં 29 વર્ષીય યુવકની હત્યા, જીમમાં સાથે આવતા યુવકે ઝીંક્યા છરીના ઘા

Team Chabuk-Gujarat Desk: રાજકોટના ઉપલેટામાં જીમમાં જતા એક યુવકની હત્યા કરી દેવામાં આવી. યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. જીમમાં સાથે આવતા વ્યક્તિએ જ યુવક પર હુમલો કર્યો હતો. વિપુલ ડાયનિંગ હોલ પાસે નક્ષત્ર કોમ્પ્લેક્સમાં આવેલા જીમ નજીક જ યુવકને છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેમાં આશિષ ભાદરકા નામના 29 વર્ષના યુવકનું મોત થયું છે.

બનાવ અંગે જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારબાદ મૃતદેહને પોસમોર્ટમ અર્થે મોકલ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે આરોપીની પૂછપરછ હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ સામે આવશે.

Upleta Murder

ઉપલેટામાં ખરાબ રસ્તા મુદ્દે કોંગ્રેસ મેદાને
ઉપલેટામાં રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર બનતા લોકોમાં રોષ ફેલાયો છે. ખરાબ રસ્તા અંગે કોંગ્રેસ પણ મેદાને ઉતરી છે અને તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા માગણી કરી છે. એટલું જ નહીં અઠવાડિયાનું અલ્ટીમેટમ આપી નગરપાલિકાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ અંગે ઉપલેટા શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈની આગેવાનીમાં શહેર કોંગ્રેસના આગેવાનો લખમણ ભોપાળા, ભુપત કનેરિયા, દિલીપ જોષી, કમલેશ વ્યાસ, ગુલામ હુશૈન બાપુ બુખારી, રસીદ સીવાણી, ભરત ડેર, પીઠા રાઠોડ, મનોજ સોલંકી, ધવલ પટેલ, જયરાજસિંહ જાડેજા, ઈશાક શેખ સહિતનાએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments