Homeગુર્જર નગરીસૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી,જાણો વધુ વિગતો

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી,જાણો વધુ વિગતો

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદની માહોલ છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. અનેક જિલ્લામાં આફતનો વરસાદ વરસ્યો છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં ખૂબ જ વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી આગાહી કરવામાં આી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમરેલી, ભાવનગર,જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા નવસારી, ભરૂચ, વલસાડ, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

saurashtra rain

18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ઉત્તર,મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળના ઉપસાગરમાં બે વરસાદી સિસ્ટમ થતા અતિભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં જળ સંપતિ વિભાગના અહેવાલ અનુસાર કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 50.37 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ સિવાય ગુજરાતના 31 જળાશયો 100 ટકા છલકાયાં છે. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 61.35 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં નવા નીર આવ્યા છે ત્યારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયો 50 ટકા સુધી પાણી ભરાયા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments