Homeગુર્જર નગરીજૂનાગઢમાં સસરાએ પુત્રવધૂને ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારી, આત્મહત્યામાં ખપાવવા મૃતદેહ પંખા...

જૂનાગઢમાં સસરાએ પુત્રવધૂને ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારી, આત્મહત્યામાં ખપાવવા મૃતદેહ પંખા સાથે બાંધ્યો

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના ભેંસાણમાં એક ખૂબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે. ભેંસાણના ચાણક ગામમાં સસરાએ જ પુત્રવધુની હત્યા કરી છે. પહેલા સસરા દ્વારા પુત્રવધુને ગળેટુપો આપી મોતને ઘાટ ઉતારી હતી, ત્યારબાદ મૃતદેહને પંખા સાથે બાધી સમગ્ર મામલો આત્મહત્યામાં ફેરવવા માટેની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સસરાનો ભાંડો ફૂટી ગયો હતો.હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી ફરાર સસરાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢના ભેંસાણ નજીક આવેલા ચાણક ગામે બે દિવસ 40 વર્ષે મહિલાએ ગળે ટૂંપો ખાઈ આપઘાત કર્યા હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા હત્યાની ઘટના સામે આવી હતી. મહિલાએ આત્મહત્યા નહીં પરંતુ કોઈ વ્યક્તિએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઈએ ગળે ટુપો આપી મહિલાની હત્યા કરી હોવાનું સામે આવતા અને સાથે જ સસરા ફરાર થઈ જતા પોલીસના શંકના દાયરામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે સસરા દ્વારા જ પુત્રવધુ મજૂરી કામે જતા સસરાને ન ગમતા ગળે ટૂંપો આપી અને બાદમાં આત્મહત્યામાં ખપાવવા માટે મૃતદેહને પંખે લટકાવી અને ગળે ટુપો ખાધો હોય તે હાલતમાં છોડી દેવામાં આવી હતી. પરંતુ આજે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવતા જ સસરાનો ભાંડો ફૂટી ગયો હતો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની સાથે જ સસરા ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા સસરા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments