Homeગુર્જર નગરીસુરતઃ સ્કૂલ બસ સામે રસ્તા વચ્ચે કૂદી ગયો યુવક, ઘટનાસ્થળે જ થયું...

સુરતઃ સ્કૂલ બસ સામે રસ્તા વચ્ચે કૂદી ગયો યુવક, ઘટનાસ્થળે જ થયું કમકમાટીભર્યું મોત

Team Chabuk-Gujarat Desk: સુરતના ઉધના વિસ્તારમાં એક યુવકે બસ સામે કૂદીને આત્મહત્યા કરી લીધી. રસ્તા પર ચાલીને આવતા યુવકે અચાનક જ સ્કૂલ બસ સામે પડતું મુક્યું હતું. બસના ટાયર યુવક પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે હાલ તપાસશ રૂ કરી છે.

ઉધના વિસ્તારમાં આવેલા ભાટેલા નજીક લક્ષ્મી નગર સોસાયટીના ગેટ પાસે આ દુર્ઘટના બની. એક સ્કૂલ બસ પસાર થતી હતી તે સમયે રોડ પરથી ચાલીને આવતો એક યુવક અચાનક બસ સામે ઝંપલાવી દીધું હતું અને બસ નીચે આવી ગયો હતો.

ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી સુરતની ઉધના પોલીસને આપતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી હતી.

નજીકના સીસીટીવી ચેક કરતા માલૂમ પડ્યું હતું કે, આ યુવક અચાનક બસ સામે ઝંપલાવી આપઘાત કર્યો છે. હાલ યુવકના આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments