Homeગુર્જર નગરીગાંધીનગરઃ કારે એક્ટીવાને ટક્કર મારી, એક્ટીવામાં સવાર પિતા-પુત્રીનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત

ગાંધીનગરઃ કારે એક્ટીવાને ટક્કર મારી, એક્ટીવામાં સવાર પિતા-પુત્રીનું મોત, પુત્ર ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat Desk: ગાંધીનગરના કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર કાર ચાલકે એક્ટિવામાં સવાર પિતા, પુત્ર અને દીકરીને અડફેટે લીધા. આ દુર્ઘટનામાં પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું જ્યારે દીકરીએ સારવાર દરમિયાન દમ તોડ્યો. અકસ્માતમાં બંને સંતાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યાં 17 વર્ષીય દીકરીનું મોત થયું હતું.

અકસ્માત એટલો ભયંકર હતો કે બન્ને વાહનોના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. કારની સેફ્ટી બેગ પણ ખૂલી ગઈ હતી. કારની ટક્કર વાગતા એક્ટીવામાં સવાર પિતા-પુત્રી અને પુત્ર આશરે પંદરેક ફૂટ સુધી રોડ પર ઢસડાયા હતા. જ્યારે કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી.

આ અકસ્માતને પગલે સ્થાનિકોએ અમદાવાદ-કોબા હાઇવે રોડ પર ચક્કાજામ કરી દેતાં ઈન્ફોસિટી અને અડાલજ પોલીસનો કાફલો દોડી ગયો હતો. ગાંધીનગર કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર આજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક્ટિવાસવાર પિતા, પુત્ર અને દીકરી રોડ પર પટકાયાં હતાં, જેમાં પિતાનું ઘટનાસ્થળે જ અકાળે અવસાન થયું છે, જેઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનાં દંડક તેજલબેન પારેખના સગા ભાઈ હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત કરનાર ફોર-વ્હીલ ગાડીમાં નબીરા બેઠા હતા. ત્યારે બેફામ રીતે કાર ચલાવતા ટોળાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જોકે ત્યાં સુધીમાં પોલીસકાફલો પહોંચી ગયો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

આ અંગે તેજલબેનના પતિ અને કોબા ગામના પૂર્વ સરપંચ યોગેશભાઈ નાયીએ જણાવ્યું હતું કે તેમના સાળા ભાસ્કરભાઈ પ્રવીણભાઈ પારેખ કોબા ખાતે મહાવીર હિલ્સ ફ્લેટમાં પરિવાર સાથે રહેતા હતા. રાબેતા મુજબ આજે સવારે ભાસ્કરભાઈ કોબાની સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી ઝરણા (ઉં. 17)અને દીકરા જીઆન (ઉં. 8)ને સ્કૂલે મૂકવા માટે એક્ટિવા પર નીકળ્યા હતા.

ઈન્ફોસિટી પીઆઈ એલ ડી ઓડેદરાએ જણાવ્યું હતું કે ગાડીમાં સવાર ત્રણ યુવકોને રાઉન્ડઅપ કરી લેવાયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, શુભ નામનો યુવક અને તેના બે મિત્રો સાથે કાર લઈને ગાંધીનગરનાં સેકટર – 6 ખાતે આઈઈએલટીએસના ક્લાસિસમાં આવ્યા હતા. આરોપી શુભને કેનેડા જવાનું હોવાથી ielts ની એક્ઝામની તૈયારીઓ કરે છે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments