Homeગુર્જર નગરીઆમિર ખાન ગીરમાં આવ્યા અને વિવાદ થઈ ગયો

આમિર ખાન ગીરમાં આવ્યા અને વિવાદ થઈ ગયો

સાસણ ગીર : બોલિવુડ એક્ટર આમિર ખાન પરિવાર સાથે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પણ હવે તેમની ગુજરાત મુલાકાત મુસીબતમાં પરિણમી ગઈ છે. વાઈલ્ડ લાઈફ એક્ટિવિસ્ટે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવતા મુખ્ય ન્યાયધીશને આમિર ખાનના ગીર પ્રવાસ મુદ્દે પત્ર લખ્યો છે. જેમાં તેમણે આમિર ખાનના ગીરના જંગલના પ્રવાસ અંગે આરોપ લગાવતા લખ્યું છે કે, સુપરસ્ટાર આમિર ખાને ગીરના પ્રતિબંધિત વિસ્તારમાં આવેલા સિંહોની મુલાકાત લીધી હતી. અરજીકર્તાએ દાવો કર્યો છે કે વન વિભાગે આમિર ખાનને હાઈટેક સવલતો આપી છે. જેમાં ગેરકાયદેસર રીતે સિંહ-સિંહણો રસ્તા પર મૂકાયા છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

કાર્યવાહીની કરી માગ

પોરબંદર જિલ્લાના વાઈલ્ડ લાઈફ વોર્ડના સદસ્ય ભનુ ઓડેદરાએ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથને પત્ર લખીને માગ કરી છે કે આમિર ખાને પ્રતિબંધિત વિસ્તારની પણ મુલાકાત લીધી હતી. જેથી તેમની વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ. ભનુ ઓડેદરાનું કહેવું છે કે, ‘‘ગીરમાં સિંહો માટે ટ્રેકર રાખવામાં આવે છે. ઘણી વખત એવું થાય છે કે એક જ રૂટ પર પર્યટકો જાય છે તો તેમને એક પણ સિંહના દર્શન નથી થતા. જ્યારે આમિર ખાનના ટ્રેક પર 13 સિંહો રખડતા જોવા મળ્યા હતા. એ પણ સવારના વખતે. આ કોઈ દિવસ નથી થતું.’’

પત્રમાં શું લખ્યું છે ?

ભનુ ઓડેદરા તરફથી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પત્રમાં 13 સિંહ અને તેમના રૂટ સિવાય એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સેલિબ્રિટીઓ સાસણ ગીરના પ્રવાસે અવાર નવાર આવે છે. તેમના આ પ્રકારના પ્રવાસોથી સિંહ પરેશાન થઈ જાય છે. પત્રમાં માગ કરવામાં આવી છે કે આ ઘટનાને ગંભીરતાથી લેતા કોર્ટ કાર્યવાહી કરે.

આમિર ખાન પર કયા કયા આરોપ લાગ્યા ?

આમીર ખાન પર લાગેલા આરોપમાં તેમની સાથે 50 લોકોનો કાફલો હતો. તેમના કાફલામાં સામેલ કેટલાક લોકો સવારથી લઈને સાંજ સુધી જંગલના પ્રતિબંધિત વિસ્તારમાં ગયા હતા.

ગુજરાતમાં વેકેશન ગાળવા માટે આવ્યા હતા

આમિર ખાન પરિવાર સાથે ગુજરાતમાં વેકેશન ગાળવા ને લગ્નની 15મી વર્ષગાઠ ઉજવવા માટે આવ્યા હતા. તેમને એરપોર્ટ પર પત્ની કિરણ રાવ, દીકરા આઝાદ અને દિકરી ઈરા સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા હતા.

સિંહોને મોનિટરિંગ કરતા સેન્ટરની પણ મુલાકાત લીધેલી

27 ડિસેમ્બરના રોજ આમિર ખાને પોતાના પરિવાર સાથે ગુજરાતના ગીર જંગલનો પ્રવાસ કર્યો હતો. આ સિવાય સિંહોને મોનિટરિંગ કરનારા હાઈટેક મોનિટરિંગ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. ત્યાં ઉપસ્થિત અધિકારીઓ સાથે વાતચીત કરી આમિર ખાને સિંહોને મોનિટરિંગ કઈ રીતે કરાય તેની માહિતી પણ મેળવી હતી. તો ઉપચારની પદ્ધતિ વિશે પણ જાણ્યું હતું.

હવે કઈ ફિલ્મ ?

2018માં નિષ્ફળ નિવડેલી ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન પછી આમિર ખાન પડદા પરથી ગાયબ છે. હવે તે આગામી સમયમાં ઓસ્કર એવોર્ડ વિનિંગ અમેરિકન ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની રિમેક લાલસિંહ ચઠ્ઠામાં જોવા મળશે. જેમાં તેની સાથે કરિના કપૂર ખાન પણ છે. આ ફિલ્મ 2021માં રિલીઝ થશે. કોરોના વાઈરસના કારણે ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી દેવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments