યાદ છે. દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાનૂન (CAA) વિરોધી આંદોલન દરમિયાન હવામાં ભડાકા કર્યા હતા. ભડાકા કરનારાનું નામ કપિલ ગુર્જર ઉર્ફ કપિલ બૈસલા હતું. હવે તમે કહેશો કે એનું અત્યારે શું કામ છે ? કામ એ છે કે કપિલજીએ ભાજપ જોઈન કરી લીધી છે. ગાજિયાબાદ બીજેપી સંગઠન સાથે જોડાયેલા પદાધિકારીઓએ બુધવારે 30 ડિસેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટી જોઈન કરાવી.
#KapilGujjar , the Shaheen Bagh shooter has officially made it to BJP!
— Bob (@Bobby_almost) December 30, 2020
Who says hardwork goes unnoticed in the country?
Art by : @bob_almost @Bobby_almost pic.twitter.com/HIOMsZA8oe
ભાજપ જોઈન કરતા કપિલ ગુર્જરે કહ્યું કે, ભાજપ હિન્દુત્વ માટે કામ કરનારી પાર્ટી છે. જેથી તેઓ આ પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. તેને લઈને એક વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે…
‘‘હું ભાજપની હિંદુત્વની વિચારધારાનો મોટો સમર્થક છું. આ માટે જ હું ભાજપમાં જોડાયો છું. હું RSSનો કાર્યકર્તા પણ રહ્યો છું. આ પહેલા કોઈ પણ રાજનીતિક પાર્ટી સાથે મારો સંબંધ નથી રહ્યો.’’
1 ફેબ્રુઆરી 2020ના રોજ કપિલ ગુર્જરે શાહીનબાગમાં ચાલી રહેલા CAAના વિરોધ વચ્ચે બંદૂક લઈ હવામાં ફાયરિંગ કર્યું હતું. ભડાકા કરનારા કપિલની પાસેથી એક બંદૂક પણ મળી હતી. ઘટના સ્થળ પર હવામાં ભડાકા જ કર્યા છે તેની સાબિતી રૂપે બે ખાલી ખોખા પણ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા તેને પકડવામાં આવતા તેણે જય શ્રીરામના નારા પણ લગાવ્યા હતા અને કહ્યું હતું કે, ‘અમારા દેશમાં બીજા કોઈની નહીં ચાલે. માત્ર હિંદુઓનું જ ચાલશે. એ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી અને આજે તે ભાજપમાં પણ જોડાઈ ગયો.’
To be honest, I knew ‘Shaheen Bagh Attacker’ #KapilGujjar would soon be joining BJP officially. Usi ke liye toh inti mehnat ki thi tiktok star ne.. recognition mil he gaya party leaders se… https://t.co/7jeRbrsjI4
— Mohammed Zubair (@zoo_bear) December 30, 2020
Kapil Gujjar, who shot to fame after firing near the anti-CAA protest site in Shaheen Bagh earlier this year, has joined BJP.
— IndiaToday (@IndiaToday) December 30, 2020
Click here to read the story: https://t.co/gk5uXpeSmy#ITCard #KapilGujjar #ShaheenBagh pic.twitter.com/LKIZWfpNcT
#KapilGujjar, Man Who Opened Fire At #CAA Protest Site In Shaheen Bagh, Joins BJP
— ABP News (@ABPNews) December 30, 2020
Details: https://t.co/YePzoarKc0 pic.twitter.com/QwSJrDWCq4
Then: He opened fire on anti-CAA protestors at Delhi’s Jamia area.
— Sanam Khan (@SanamKhan04) December 30, 2020
Now: He officially joins the ruling Bharatiya Janta Party (BJP).#KapilGujjar pic.twitter.com/5xgJGaELh7
જોકે એ સમયે કપિલના પરિવારજનોનું આ વિશે કહેવું હતું કે, તે કટ્ટરપંથી નથી. એક સામાન્ય છોકરો છે. એ શાહીનબાગમાં ચાલતા પ્રદર્શનના કારણે અને ઘણા દિવસોથી રસ્તો બંધ રહેવાના પરિણામે હેરાન હતો. તેનો દલ્લૂપૂરા અને બદરપૂરમાં ડેરીનો વ્યવસાય હતો. રસ્તો બંધ હોવાના કારણે તેને આવવા જવામાં તકલીફ પડતી હતી.
#KapilGurrjar the one who opened fire on #CAA #NRC protestors in #Jamia has officially taken membership on #BJP in Ghaziabad today. pic.twitter.com/oFJ7DcH82v
— priyanktripathi (@priyanktripathi) December 30, 2020
તેના થોડા સમય પછી જ કપિલનું આમ આદમી પાર્ટી સાથે કનેક્શન સામે આવ્યું હતું. તેની આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની સાથેની તસવીરો પણ સામે આવી હતી. એ તસવીરોના કારણે ભાજપે આમ આદમી પાર્ટી પર હુમલો કરવાની એક પણ તક જતી નહોતી કરી અને તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. બીજી બાજુ આમ આદમી પાર્ટી પર વિચારતી થઈ ગઈ હતી કે આ ક્યારે તસવીરો પડાવી ગયો? હવામાં ભડાકા કર્યા પછીના થોડા સમયમાં કપિલને જામીન મળી ગયા હતા. અને હવે ? હવે એ ભાજપમાં જોડાઈ ગયો છે. એ તો ખૂદ કહે છે કે, હું કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી સિવાય કે ભાજપ. આ પહેલા કોઈ રાજનીતિક પાર્ટી સાથે મારો સંબંધ રહ્યો નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત