Team Chabuk-Gujarat Desk: દૂધનો દાઝ્યો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે! ભૂતકાળમાં એવા વરવા કિસ્સાઓ બની ચૂક્યા છે કે ભાજપના નેતાઓ ‘મીઠી ખારેક’ ખાવાની ઝપટમાં આવી ગયા હોય અને આબરુંના લીરેલીરા ઉડી ગયા હોય. હવે ઉત્તર ગુજરાતના કોઈ એક કદાવર નેતાની ફરી આવી કફોડી સ્થિતિ થઈ પડી છે. કોણ છે ? તેની ખબર નથી.
પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દાવો કરી રહ્યા છે કે તેમની રંગરેલીયોનો ચાર મિનિટ લાંબો વીડિયો બહાર પડશે. થરાદના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મઘાભાઈ પટેલે બે ઘડી ભાજપમાં ભૂકંપની સ્થિતિ લાવીને રાખી દીધી છે. એમણે કહ્યું કે, ભાજપના ઉત્તર ગુજરાતના એક કદાવર નેતાની વીડિયો ક્લિપ તેઓ ટૂંક સમયમાં સામે લાવશે.
મઘાભાઈ પટેલ જાણે ઉજાણી કરવાના હોય તેમ તારીખ પણ બહાર પાડી દીધી છે. 15મી ઓગસ્ટનાં રોજ 12-39ના સમયે આ વીડિયો ક્લિપ જાહેર કરવામાં આવશે. એટલે કે સ્વતંત્રતા દિવસના દિવસે. વીડિયોમાંથી જ કટ કરેલો કોઈ ફોટો મઘાભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ ફોટોમાં કોઈ નેતા કોઈ યુવતીને બાહોપાશમાં જકડીને બેઠા છે. તેઓ કહી રહ્યા છે કે આ વીડિયો 2017માં પાલનપુર સર્કિટ હાઉસમાં ઉતારવામાં આવ્યો હતો.
હવે આ વીડિયો આવે તે પહેલા જ ભાજપના નેતાઓના કાન સરવા થઈ ગયા છે, કારણ કે આ પહેલી વખત નથી. ‘મીઠી ખારેક’ નામનો શબ્દ ભાજપ માટે મજાક મજાકમાં વપરાય છે. કેમ કે અગાઉ ભાજપ સંગઠનના મહામંત્રી સંજય જોશીનો કથિત સેક્સ વીડિયો પ્રકાશમાં આવ્યો હતો. કચ્છના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીનું નામ પણ આ વીડિયોમાં નામ ઉછળ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેવા સમયે ભાજપનું નામ કોઈ આવા વિવાદમાં ઉછળશે તો ફરી ભરાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત