Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર શહેરમાં 10 વર્ષના બાળકનું મૃત્યુ નગરપાલિકાની બેદરકારીના કારણે થયું હોવાનો આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે અને બાળકના પરિવારને વળતર આપવા માગ કરી છે. સમગ્ર મામલે આમ આદમી પાર્ટીએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ધારદાર રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે બાળકનું મૃત્યુ સુરેન્દ્રનગર નગરપાલિકાની બેદરકારીના કારણે થયું છે.
શું છે મામલો ?
સમગ્ર મામલાની વિગતે વાત કરીએ તો, 20 જૂનના રોજ ઓમ ડાભી નામના 10 વર્ષના બાળકનું સુરેન્દ્રનગર પાલિકા સંચાલિત સ્નાનાગારમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે, દેશભરમાં કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે છેલ્લા ઘણા સમયથી તમામ સ્નાનાગાર બંધ રાખવાનો આદેશ કરાયો છે. ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકા સંચાલિત સ્નાનાગાર ચાલુ હોય તે મુજબ સ્વીમિંગ પુલ પાણીથી ભરી રાખવામાં આવ્યો હતો. જેના કારણે ઓમ ડાભી નામના બાળકનું મૃત્યુ ડૂબી જવાથી થયું છે.

આમ આદમી પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે નગરપાલિકાના આ સ્વીમિંગ પુલન સંપૂર્ણ કાર્યરત હોય તે મુજબ તેમાં પાણી ભરી રાખીને કોવિડ ગોઈડલાઈનનું ઉલ્લંઘન કરી ગંભીર ગુનાહિત બેદરકારી દાખવી છે. જેના કારણે એક સામાન્ય પરિવારના 10 વર્ષના બાળકનું મોત થયું છે. આથી આમ આદમી પાર્ટીએ આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સુરેન્દ્રનગર નગરપાલિકા સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.
આમ આદમી પાર્ટીએ મૃતક બાળકના પરિવારને સહાય આપવા માટે પણ માગણી ઉઠાવી છે. આમ આદમી પાર્ટીએ કલેક્ટરને રજૂઆત કરી છે કે, તાત્કાલિક નગરપાલિકા પોતાના સ્વ ભંડોળમાંથી બોર્ડમાં મંજૂરીની અપેક્ષાએ ટોકન રૂપે મૃતક બાળકના પરિવારને 5 લાખ રૂપિયાની સહાય આપે. સરકાર પણ બાળકના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદનાના ભાગરૂપે ઓછામાં ઓછા 50 લાખથી 1 કરોડ રૂપિયાની સહાય આપે તેવી માગણી કરી છે.
આ મામલે આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર શહેરના પ્રમુખ મહેશ ગોલતર, કમલેશ કોટેચા, પ્રવિણસિંહ પરમાર અને સતીષ ગમારા સહિતના કાર્યકરોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી કાર્યવાહી કરી બાળકના પરિવારને સહાયની માગ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત