Homeદે ઘુમા કેદિલ્હી ખેલ વિશ્વવિદ્યાલયના પ્રથમ કુલપતિ તરીકે આ ઓલિમ્પિક વિજેતા મહિલાની પસંદગી

દિલ્હી ખેલ વિશ્વવિદ્યાલયના પ્રથમ કુલપતિ તરીકે આ ઓલિમ્પિક વિજેતા મહિલાની પસંદગી

Team Chabuk-Sports Desk: ભારતની પ્રથમ મહિલા ઓલિમ્પિક મેડલ વિજેતા કર્ણમ મલ્લેશ્વરીને દિલ્હી સરકાર દ્વારા દિલ્હી ખેલ વિશ્વવિદ્યાલયની પ્રથમ કુલપતિ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. હરિયાણાનાં યમુનાનગરમાં રહેનારી મલેશ્વરીએ વર્ષ 2000માં સિડની ઓલિમ્પિકમાં વેઈટ લિફ્ટીંગ શ્રેણીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમનો રેકોર્ડ આજે પણ અતૂટ છે. કારણ કે ભારતની કોઈ પણ મહિલાએ ઓલિમ્પિકમાં વેઈટ લિફ્ટીંગમાં મેડલ નથી જીત્યો.

મલ્લેશ્વરીને 1994માં અર્જુન પુરસ્કાર અને 1999માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. 1999માં તેઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મલ્લેશ્વરી હવે એફસીઆઈમાં મુખ્ય મહાપ્રબંધકના રૂપે કાર્યરત છે અને પરિવારની સાથે જગાધારીના સેક્ટર 18માં રહે છે.

વેઈટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી ધ આર્યન લેડીના નામથી મશહૂર છે. તેમણે સપ્ટેમ્બર 2000ની સિડની ઓલિમ્પિકના 240 કિલોગ્રામ શ્રેણીમાં 110 કિલોગ્રામ અને ક્લીન એન્ડ ઝર્કમાં 130 કિલોગ્રામ ભારતોલન કર્યું હતું. જેમાં બ્રોન્ઝ મેડલ જીતનારા તે પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા. જે પછી તેમની ઐતિહાસિક ઉપલબ્ધીઓનાં કારણે જનતાએ તેમને આર્યન લેડીનું હુલામણું નામ આપ્યું હતું.

કર્ણમ આંધ્રપ્રદેશના એક નાના ગામ વોસવાનિપેટા હેમલેટ ખાતે માત્ર 12 વર્ષની ઉંમરમાં રમતના મેદાનમાં ઉતરી હતી. એ સમયે તેના પિતા મનોહર ફુટબોલના ખેલાડી હતા. તેમની ચાર બહેનો ભારતોલનની ખેલાડી રહી ચૂકી છે. કર્ણમ મલ્લેશ્વરી ખૂબ જ નબળી હતી અને તેમને વેઈટ લિફ્ટિંગથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે તેની માતાએ આગળ આવી તેની હિંમતમાં વધારો કર્યો. તેમણે કર્ણમને એ વિશ્વાસ અપાવ્યો કે તે આ કરી શકે છે. 1990માં કર્ણમના જીવનમાં એક મોટું પરિવર્તન આવ્યું.

એશિયાઈ રમોત્સવ પહેલા રાષ્ટ્રીય કેમ્પ લાગ્યો. જેમાં કર્ણમ પોતાની બહેનની સાથે એક દર્શકના રૂપે ગઈ હતી અને ખેલાડીના રૂપે તેનો ભાગ પણ ન હોતી. તેણે કર્ણમના કૌશલ્યને થોડીવારમાં ઓળખી લીધું અને તેને બેંગ્લોર સ્પોર્ટ્સ ઈન્સ્ટીટ્યુટમાં મોકલી આપી. અહીંથી કર્ણમે પ્રથમ જૂનિયર રાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 52 કિગ્રા વર્ગમાં નવ રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખ્યા. જેના એક વર્ષ બાદ તેમણે સીનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપનું ઈનામ જીત્યું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments