Homeગામનાં ચોરેવિનેશ ફોગાટ વિરુદ્ધ ષડયંત્ર રચાયું હોવાનું આપ નેતા સંજયસિંહનો આરોપ

વિનેશ ફોગાટ વિરુદ્ધ ષડયંત્ર રચાયું હોવાનું આપ નેતા સંજયસિંહનો આરોપ

Team Chabuk-National Desk : પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાંથી ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થઈ છે. માત્ર 100 ગ્રામ વજન વધુ હોવાના કારણોસર વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવી છે. આજે રાત્રે વિનેશ ફોગાટ પોતાની ફાઈનલ મેચ રમીને ભારત માટે ગોલ્ડ અથવા સિલ્વર મેડલ જીતે તે પહેલા જ આ નિર્ણય લેવાતા કરોડો ભારતીયોની આશા પર પાણી ફરી વળ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે મોટો આરોપ લગાવ્યો છે. સંજયસિંહે કહ્યું છે કે, વિનેશ ફોગાટ વિરુદ્ધ ષડયંત્ર થયું છે.

sanjay singh

એક નિવેદનમાં સંજયસિંહે જણાવ્યું કે, સમગ્ર ભારતનું સપનું ચકનાચુર થઈ ગયું છે. વિનેશ ફોગાટ ચાર વખતની વિશ્વ ચેમ્પિયનને હરાવીને ફાઈનલમાં પહોંચી હતી. પરંતુ હવે કહેવામાં આવે છે કે વિનેશ ફોગાટ 100 ગ્રામ ઓવરવેઈટ હતી. આ હાસ્યાસ્પદ અને મજાકભરી વાત છે. કેમ કે વિનેશ ફોગાટ જ્યારે ઓલિમ્પિકમાં ભાગ લેવા ગઈ હશે ત્યારે તેનો વજન કરવામાં આવ્યો હશે, ક્વાર્ટર ફાઈનલ જીતી ત્યારે વજન થયો હશે, સેમિફાઈનલમાં ભાગ લીધો ત્યારે પણ વજન થયો હશે અને હવે અચાનક 100 ગ્રામ ઓવરવેઈટ ? શું દુનિયા એ વાત પચાવી નથી શકતી કે ભારતની એક બેટી ઈતિહાસ રચવા જઈ રહી છે. શું વિનેશ ફોગાટ ગોલ્ડ મેડલ જીતીને ભારત આવે તે દુનિયાને સહન ન થઈ શક્યું ? વિનેશ ફોગાટ વિરુદ્ધ એક મોટું ષડયંત્ર છે.

વધુમાં સંજયસિંહે કહ્યું કે, 100 ગ્રામ વજન તો કાંઈપણ વસ્તુ ખાઈ લેવાથી વધી જાય છે. તેથી મારું કહેવું છે કે ભારત સરકારે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ અને કહેવું જોઈએ કે જો 140 કરોડ ભારતીયોનું અને ભારતની દીકરીનું અપમાન કરવામાં આવશે તો અમે ઓલિમ્પિકનો બહિષ્કાર કરીશું. તેથી ભારત સરકાર ઓલિમ્પિકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લે. વિનેશ ફોટાગ સાથે આ ઘોર અન્યાય છે, તેની સાથે આખો દેશ ઉભો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments