Homeગુર્જર નગરીપાટણના વેડ ગામે મંજૂરી વગર સભા કરવા બદલ વિજય સુવાળા સહિતના ‘આપ’ના...

પાટણના વેડ ગામે મંજૂરી વગર સભા કરવા બદલ વિજય સુવાળા સહિતના ‘આપ’ના નેતાઓ સામે કાર્યવાહી

Team Chabuk-Gujarat Desk: પાટણ જિલ્લાના વેડ ગામે મંજૂરી વગર સભા યોજવા બદલ આમ આદમી પાર્ટીના નેતા વિજય સુવાળા (vijay suvala) સહિત 15થી વધુ નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. આજ રોજ સવારે પાટણ જિલ્લાના સમી તાલુકાના વેડ ગામમાં આમ આદમી પાર્ટીની સભા હતી. સભામાં આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રમેશ નાભાણી અને વિજય સુવાળા (vijay suvala) પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસની ટીમે આવીને સભા બંધ કરાવી હતી અને વિજય સુવાળા (vijay suvala) સહિતના 15થી વધુ નેતાઓની અટકાયત કરીને સમી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

પોલીસનું કહેવું છે કે, સમી તાલુકાના વેડ ગામે મળેલી આમ આદમી પાર્ટીની આ સભાની કોઈપણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહતી. સભામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આમ આદમી પાર્ટીની સભામાં કોરોના ગાઈડલાઈન્સનો ભંગ થયો હતો. જેના કારણે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

વેડ ગામે ચાલુ સભામાં પોલીસ પહોંચતા થોડા સમય માટે માહોલ ગરમાયો હતો. પોલીસને જોતાં જ ગામ લોકો ભાગવા લાગ્યા હતા. આમ આદમી પાર્ટીના 15થી વધુ નેતાની અટકાયત કરીને સમી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને બાદમાં છોડી દેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, પાટણના સમી તાલુકાના વેડ ગામે આમ આદમી પાર્ટી દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિજય સુવાળા (vijay suvala) સહિતના નેતાઓ હાજર રહેવાના હોવાથી મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. ગામ લોકોએ આમ આદમી પાર્ટીના નેતાઓનું સામૈયા સાથે સ્વાગત કર્યું હતું.

બાદમાં આમ આદમી પાર્ટીની સભા શરૂ થઈ હતી. સભામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હોવાની જાણ થતાં સમી પોલીસ વેડ ગામે પહોંચી હતી અને સભા બંધ કરાવીને વિજય સુવાળા સહિતના નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી.

આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના નેતા વિજય સુવાળાએ (vijay suvala) ફેસબુક પર લાઈવ થઈને જણાવ્યું હતું કે, ખબર નહીં આ કોના ઈશારે થઈ રહ્યું છે. હજુ પણ આપણને આઝાદી મળી ન હોય તેવું લાગી રહ્યું છે. નામ લીધા વિના વિજય સુવાળાએ (vijay suvala) કહ્યું હતું કે, હાલના સમયમાં આ લોકોની દાદાગીરી ચાલી રહી છે.

પોલીસ પર આરોપ લગાવતાં વિજય સુવાળાએ (vijay suvala) કહ્યું કે, ચાલુ સભામાં પોલીસે પહોંચીને શાંતિથી વાત કરવાને બદલે લોકોને ધમકાવીને ભાગવાનું કહ્યું હતું. પોલીસની દાદાગીરી કરીને ભાગવાનું કહેતાં લોકો ડરીને સભા સ્થળેથી ભાગવા લાગ્યા હતા. જેથી થોડા સમય માટે સ્થળ પર ભાગદોડ મચી ગઈ હતી. વિજય સુવાળાએ (vijay suvala) કહ્યું કે, હજુ તો ગુજરાતમાં અમારી શરૂઆત જ થઈ છે ત્યાં જ આ લોકોમાં ડરનો માહોલ ફેલાઈ ગયો છે. તેઓને લાગી રહ્યું છે કે આ લોકો ચિત્ર ફેરવી નાખશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments