Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરના જાણીતા અને અનુભવી વકિલ અતુલ સંઘવીનું ફેસબુક લાઈવ દરમિયાન હાર્ટ એટેકના કારણે મૃત્યુ થતાં વકિલ જગત અને સગા-સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ ગઈ રાત્રિએ બન્યો છે. જાણીતા વકિલ અતુલ સંઘવી ફેસબુક પર લાઈવ થઈને જૂના ગીતો સાંભળી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેઓને હાર્ટ એટેક આવ્યો હતો અને તરફડિયાં મારવા લાગ્યા હતા. અંતે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
રાજકોટના જાણીતા વકીલ અતુલ સંઘવીનું ફેસબુક live દરમિયાન મોત#atulsanghvi #rajkot pic.twitter.com/vhmbbNTkqe
— thechabuk (@thechabuk) July 9, 2021
અતુલ સંઘવી જાણીતા અને અનુભવી વકિલ હતા. તેઓને જન્મ 1961માં રાજકોટમાં થયો હતો. તેમણે રાજકોટમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હતું. રાજકોટની સરકારી એ.એમ.પી લો કોલેજમાં જ તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો. વર્ષ 1983થી તેઓ વકિલાતના ક્ષેત્રમાં કાર્યરત હતા. રાષ્ટ્રીયકૃત, સહકારી અને પ્રાઈવેટ બેંકમાં એડવોકેટની પેનલમાં પણ તેઓ વર્ષોથી કાર્યરત હતા.
અતુલ સંઘવી રાજકોટની અનેક સામાજિક, સેવાકીય અને જીવદયાને લગતી સંસ્થા સાથે સંકળાયેલા હતા. તેઓ આ સંસ્થાઓમાં પોતાનાથી બનતી તમામ મદદ કરીને જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડતા હતા. રાજકોટના જાણીતા બોલબાલા ટ્રસ્ટની અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં તેમનું યોગદાન આપતા હતા. રાજકોટ સિટી પોલીસ અને બોલબાલા ટ્રસ્ટના ટ્રાફિકને લગતા અનેક પ્રોજેક્ટમાં અગ્રેસર રહીને કો-ઓર્ડિનેટર તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. ગત વર્ષે લોકડાઉનમાં બોલબાલા ટ્રસ્ટના માધ્યમથી હજારો લોકોને ભોજન પૂરું પાડવામાં અતુલ સંઘવી અગ્રેસર રહ્યા હતા. તેઓની સેવા પ્રવૃત્તિના કારણે રાજકોટની જાણીતી સામાજિક સંસ્થા દીકરાનું ઘર દ્વારા તેઓને કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત પણ કરાયા હતા.
સંઘવી રાજકોટ સિટી પોલીસની સુરક્ષા સેતુ સોસાયટીના અનેક મહત્વના પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા.રાજકોટ સિટી પોલીસના કર્મીઓ અને પરિવારના આશરે ૧૦,૦૦૦ વ્યક્તિનો બ્લડ ગ્રુપનો ડેટા એકત્રિત કરવાના કાર્યક્રમમાં મહત્વનું યોગદાન રહેલ હતું.
ગત રાત્રિએ તેઓ ફેસબુક પર લાઈવ થઈને જૂનાં ગીતો સાંભળી રહ્યા હતા તે દરમિયાન તેઓને હાર્ટ એટેક આવતાં અચાનક તરફડિયાં મારવા લાગ્યા હતા અને થોડીવારમાં જ તેઓએ જીવ છોડી દીધો હતો. તેઓને લાઈવ જોઈ રહેલા લોકોએ પણ કોમેન્ટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત