Team Chabuk-Cinema Desk: સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth) જેના દેશ વિદેશમાં અગણિત ફોલોઅર્સ છે. તેની એક એક ફિલ્મ બોક્સઓફિસ પર કરોડોની કમાણી કરી લે છે. તેની નકલ કરનારાઓની દુનિયામાં કમી નથી. એ રીતે તેના ડુપ્લિકેટ પણ ઓછા નથી. સુપરસ્ટાર રજનીકાંતના એક ડુપ્લિકેટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો. જેને લોકો ખૂબ શેર કરી રહ્યા છે. જે પણ લોકો એ વીડિયોને જુએ છે, પેટ પકડી પકડીને હસવા માંડે છે.
આ વીડિયોમાં લોકોએ એકથી એક ચડીયાતી કોમેન્ટ પણ કરી છે. આ વીડિયો જોયા પછી કોઈની પ્રતિક્રિયા એવી છે કે, જ્યારે તમે રજનીકાંત (Rajinikanth) બનવાની કોશિશ કરો ત્યારે, તો કોઈએ તેને સસ્તો રજનીકાંત કહી દીધો છે, તો વળી કોઈ સલાહ આપે છે કે, તમે રજનીકાંતની કોપી ન કરી શકો, આશા રાખીએ કે તમને વધારે ન લાગ્યું હોય.
તો આખરે આ વીડિયોમાં એવું શું દાટ્યું છે ? એક વ્યક્તિ જે રજનીકાંતનો ડુપ્લિકેટ છે તે રજનીકાંતની ફિલ્મ કાબાલીનો મંચ પર ડાઈલોગ બોલતો હોય છે. તેને પાછળ ફરી એક્શન કરવાની છે પણ આ એક્શનમાં જ શ્રીમાનની હવા નીકળી જાય છે. પગ ખુરશીમાં ફસાઈ જાય છે. વીડિયોમાં તમે પોતે જ જોઈ લો.
રજનીકાંતની વાત કરીએ તો ગત મહિને તેઓ રૂટીન ચેકઅપ માટે પોતાનું વિશેષ વિમાન લઈ અમેરિકા ગયા હતા. રજનીકાંત દર વર્ષે પોતાનું રૂટીન ચેકઅપ કરવા માટે અમેરિકાનો પ્રવાસ કરે છે. જોકે આ વખતે કોરોના મહામારીના કારણે વધારે સમય લાગ્યો હતો. જેથી આ વખતે કેન્દ્ર સરકાર પાસે તેમણે અનુમતિ માગી હતી અને પ્રસ્તાવનો સ્વીકાર કરી લેવામાં આવતા તેઓ વિશેષ વિમાન મારફતે અમેરિકા ચેકઅપ માટે ગયા હતા.
આ પહેલા રજનીકાંતે કોરોના વેક્સિન લીધેલી તે તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ હતી. રજનીકાંતની દીકરી સૌંદર્યાએ તેના પિતાની આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. સૌંદર્યાએ આ તસવીર દ્વારા લોકોને સંદેશો પાઠવ્યો હતો. તેણે લખ્યું હતું કે, ‘અમારા થલાઈવાએ પણ વેક્સિનનો ડોઝ લઈ લીધો છે. આવો આપણે કોરોના વાઈરસની સામે આ યુદ્ધને એક સાથે લડીએ અને જીતીએ.’
છેલ્લે રજનીકાંત 2020માં એ.આર.મુરગોદાસના નિર્દેશનમાં બનેલી થ્રીલર એક્શન ફિલ્મ દરબારમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેઓ પોલીસ ઓફિસરની ભૂમિકામાં હતા. આ ફિલ્મે પણ બોક્સઓફિસ પર કમાલ કરી દીધી હતી. છેલ્લા કેટલાય સમયથી રજનીકાંત ફિલ્મોથી દૂર છે. તેઓ તમિલનાડુની ચૂંટણી પણ લડવાનાં હોવાની વાત થતી હતી, પણ તેઓ પોતાના વાક્ય પર અફર રહ્યા હતા કે હું લડીશ નહીં. આ પહેલા તેઓ ભાજપમાં સામેલ થઈ શકે છે તેવી અફવાઓએ પણ જોર પકડ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત