Team Chabuk-Gujarat Desk: મહેસાણાના (mehsana) ઊંઝાના (unja) ધારાસભ્ય (bjp mla) આશાબેન પટેલનું (ashaben patel) 44 વર્ષની વયે નિધન (dies) થયું છે. ડેન્ગ્યુ (dengue) થયા બાદ મલ્ટી ઓર્ગન ફેઈલ થતાં આશાબેનનું નિધન થયું છે. અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં આશાબેન પટેલની સારવાર ચાલી રહી હતી. આશાબેન પટેલના નિધનના સમાચાર સાંભળ્યા બાદ પરિવારજનો અને હિતેચ્છુઓમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. આજે સવારે ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત વધુ લથડી હતી. ગઈકાલે શનિવારે ઝાયડસના ડાયરેક્ટર ડૉ.વી.એન.શાહે નિવેદન આપ્યું હતું કે આશા પટેલના મોટા ભાગનાં અંગો ફેઈલ થયાં છે. આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા હોય છે.
આજે સવારે આશાબેનની તબિયતને લઈને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તબિયત બગડવાની સ્થિતિ પર બ્રેક લાગી છે. પ્લેટલેટ્સ કાઉન્ટ 30 હજારથી વધુ થયા છે અને બ્લડ પ્રેશર પણ કન્ટ્રોલમાં આવી રહ્યું છે. માત્ર એટલું જ નહીં, આશાબેનનું શરીર પણ રિસ્પોન્ડ કરી રહ્યું છે. સમયાંતરે એમના રિપોર્ટ્સ કરાવવામાં આવી રહ્યાં છે. લીવરમાં SGPT(સિરમ ગ્લૂટેમિક પાયરુવિક ટ્રાન્સએમિનસ) કાઉન્ટ પણ વધ્યા છે.
આશાબેન પટેલની તબિયત અંગે જાણકારી મેળવવા માટે આજે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સી.આર.પાટીલ, પ્રદિપ વાઘેલા, નીતિન પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ડોક્ટર પુરતો પ્રયત્ન કરી રહ્યા છે. ડોક્ટરોએ જણાવ્યું છે કે સ્થિતિ ગંભીર છે. સવારે 10 વાગ્યા સુધી રિકવરી આવી પછી સ્થિતિ બગડી છે.
ગઈકાલે શનિવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આશાબેન પટેલની તબિયત અંગેની જાણકારી મેળવી હતી. તે વખતે પણ ડોક્ટરોએ જણાવ્યું હતું કે મલ્ટી ઓર્ગન ફેઈલ થવાના કારણે સ્થિતિ ગંભીર છે.
મહત્વનું છે કે, ઊંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલને દિલ્હીથી પરત આવ્યા બાદ ડેન્ગ્યુ થયો હતો. તેમને 7 ડિસેમ્બરે તાવ આવ્યો હતો. બાદમાં તેમને ડેન્ગ્યુ થયો હોવાનું સામે આવ્યું હતું. બે દિવસ ઊંઝાની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પરંતુ ત્યાં તેમની તબિયત વધુ બગડતાં શુક્રવારે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. ડેન્ગ્યુને કારણે તેમનું લિવર ડેમેજ થયું હોવાથી તેમની સ્થિતિ ગંભીર બનતાં હાલમાં તેમને વેન્ટિલેટર પર રખાયા હતા.
આશાબેન પટેલની રાજકીય સફર
2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડૉ.આશાબેન પટેલ ચૂંટાયાં હતાં, જોકે 2019માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપી તેઓ ભાજપમાં જોડાયા હતાં, જેના કારણે ખાલી પડેલી આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે આશાબેન પટેલને જ ટિકિટ આપતાં ફરી જીતી ગયા હતાં. ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલાં ડૉ.આશાબેન પટેલ 19,500 મતની લીડથી વિજેતા બન્યાં હતાં. 2019ની પેટાચૂંટણીમાં ભારે રસાકસી બાદ ભાજપના ડૉ. આશાબેન પટેલનો 23,072 મતની લીડથી વિજય થયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
