Team Chabuk-Gujarat Desk: મહીસાગરમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. દુર્ઘટનામાં બાઇક પર સવાર ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો છે. હાલ આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં મૃત્યુ પામનારા ત્રણ યુવાનોમાંથી બે સગા ભાઇ હતા. એક સાથે બે સગા ભાઇઓના અકાળે મૃત્યુના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. મહીસાગરમાં સંતરામપુરના વડતળાવ નજીક અકસ્માત સર્જાયો હતો. ત્રણ યુવાનો બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે જ કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવાનોના સ્થળ પર મોત થયા હતા અને અન્ય એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માત કેવી રીતે સર્જાયો અને બાઇકને કોણે ટક્કર મારી? તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ટક્કર મારીને ફરાર થનાર વાહનચાલકનો પતો મેળવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે સંતરામપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત