Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રોહિતે તેની પત્ની રિતિકા અને કેટલાક ખાસ મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. રોહિત તેના જન્મદિવસના અવસર પર લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં મેદાનમાં ઉતરશે. ટીમ ઈચ્છે કે રોહિત જન્મદિવસની ભેટ તરીકે લખનૌ સામેની મેચમાં શાનદાર જીત આપે.
હિટમેનના હુલામણા નામથી જાણીતો રોહિત શર્મા બેટ્સમેન અને કેપ્ટન તરીકે સફળ રહ્યો છે. ત્યારે રોહિત શર્માના જન્મદિવસે જાણીએ તેના એ પાંચ ઐતિહાસિક રેકોર્ડ.
વન ડે ક્રિકેટમાં 3 બેવડી સદી
રોહિતે વનડે ફોર્મેટમાં એક કે બે વાર નહીં પરંતુ ત્રણ વખત બેવડી સદી ફટકારી છે. તેણે 2 નવેમ્બર 2013ના રોજ તેની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. ત્યારબાદ રોહિતે બેંગલુરુમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બરાબર એક વર્ષ બાદ રોહિતે ODI ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો હતો. 13 નવેમ્બર 2014ના રોજ, રોહિતે એકવાર બેવડી સદી ફટકારી હતી.
વન ડે ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર
રોહિતના નામે એક ODI મેચમાં 264 રન બનાવવાનો રેકોર્ડ છે. આ અદભુત અને ઐતિહાસિક રેકોર્ડ 13 નવેમ્બર 2014ના રોજ શ્રીલંકા સામે બન્યો હતો. રોહિતે આ ઇનિંગ 173 બોલમાં રમી હતી, જેમાં તેણે 9 સિક્સર અને રેકોર્ડ 33 ફોર ફટકારી હતી.
એક ODI ઇનિંગ્સમાં સૌથી વધુ ચોગ્ગા
રોહિતે શ્રીલંકા સામે રમાયેલી 264 રનની ઐતિહાસિક ઇનિંગમાં 33 ચોગ્ગા ફટકાર્યા હતા. ક્રિકેટ ઈતિહાસમાં આ એક અતુટ રેકોર્ડ પણ છે. આ રેકોર્ડના મામલે રોહિત ટોપ પર છે. તેના પછી સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ સંયુક્ત રીતે બીજા સ્થાને છે, તેમણે એક ઇનિંગમાં 25-25 ચોગ્ગા ફટકાર્યા હતા.
ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી
રોહિતે ODI વર્લ્ડ કપમાં પણ પોતાના બેટથી ધૂમ મચાવી છે. તેના નામે એવા ઐતિહાસિક રેકોર્ડ છે. રોહિતે એક જ ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ 5 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 2019 ODI વર્લ્ડ કપમાં આ સિદ્ધિ મેળવી હતી.
રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સિક્સર કિંગ છે
રોહિત માત્ર વનડેમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં હિટ છે. તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (ટેસ્ટ, ODI, T20) માં સિક્સર કિંગ કહેવામાં આવે છે. રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 597 સિક્સર ફટકારી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત