Homeગુર્જર નગરીરાજકોટમાં અકસ્માતની બે ઘટનામાં બે યુવકના મોત, જૂનાગઢના ચાર બહેનોના એકના એક...

રાજકોટમાં અકસ્માતની બે ઘટનામાં બે યુવકના મોત, જૂનાગઢના ચાર બહેનોના એકના એક ભાઈનું મોત

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં આજે બે અકસ્માતમાં બે યુવકના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. વસંત પંચમીના શુભ દિવસે જ રાજકોટમાં બે યુવકોને કાળ ભરખી ગયો છે. બન્ને અકસ્માતની વાત કરીએ તો પ્રથમ અકસ્માતની ઘટના રાજકોટ-શાપર હાઈવે પર બની છે. આ અકસ્માતમાં જૂનાગઢના 39 વર્ષના અરવિંદ પેથાભાઈ ડાંગર નામના યુવકનું મોત નિપજ્યું છે. મૃતક અરવિંદ ડાંગરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પુલ ઉપરથી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. જેમાં અરવિંદ ડાંગરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે મૃતક યુવક અરવિંદ ડાંગર વ્યવસાયે શિક્ષક હતા અને ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો. આજે વહેલી સવારે રાજકોટ-શાપર હાઈવે પર જૂનાગઢ તરફ જૂનાગઢના રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા અરવિંદ ડાંગર કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા પુલ પરથી કાર નીચે નદીમાં ખાબકી હતી. જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારની નીચે દબાઈ જતાં અરવિંદ ડાંગર નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો. મૃતકના પરિવારને ઘટનાની જાણ થતાં જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો.

જૂના માર્કેટિંગ યાર્ડ પાસે અકસ્માત સર્જાયો

અકસ્માતની બીજી ઘટના ગત રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં એક અજાણ્યો યુવક રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે હાઇવે રોડ ક્રોસ કરી રહ્યો હતો તે જ સમયે પૂરપાટ ઝડપે આવતા GJ-03-BW-3750 નંબરના આઇસરે તેને અડફેટે લીધો હતો અને યુવક પર આઇસરના ટાયરો ફરી વળતા ચગદાઈ ગયો હતો. આ ઘટનામાં પણ યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.]

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments