Homeદે ઘુમા કેગાંધીનગરના રાંધેજા પાસે અકસ્માત, પાંચ યુવાનોના મોત, એક ઈજાગ્રસ્ત

ગાંધીનગરના રાંધેજા પાસે અકસ્માત, પાંચ યુવાનોના મોત, એક ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. પાટનગર ગાંધીનગરના રાંધેજા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક સાથે 5 લોકોએ જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા દુર્ઘટના સર્જાઈ હતી. કાર ઝાડ સાથે અથડાતા કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

મળેલી વિગતો પ્રમાણે 6 યુવાનો માણસથી પેથાપુર મૂવી જોવા આવ્યા હતા. મૂવી જોઈને પરહાપુરથી માણસા જતી વખતે કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને ધડાકાભેર કાર ઝાડ સાથે અથડાઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર ઝાડ સાથે અથડાતા જ કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા.

મૃતકોના નામ
મોહોમ્મદ અલ્ફાઝ
સલમાન ચૌહાણ
સાહિલ ચૌહાણ
મોહમ્મદ બેલીમ
અસ્ફાક ચૌહાણ

ઇજાગ્રસ્ત
શાહનવાબ ચૌહાણ

Accident

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments