Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને સેમીફાઈનલમાં 3 વિકેટે હરાવીને વિશ્વકપ 2023ની ફાઈનલનો રસ્તો પકડ્યો છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમે ફરી એક વાર સાઉથ આફ્રિકાને વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચવાનું સપનું તોડી નાખ્યું છે. હવે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટક્કર થશે.
સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. જો કે, સમગ્ર ટીમ 212 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. જો કે, દ.આફ્રિકાના બોલરોએ ઓસ્ટ્રેલિયન ટીમના બેટરોને છેલ્લે સુધી રોકી રાખ્યા હતા. અને 213 રન સુધી પહોંચવા માટે પણ બહુ મહેનત કરાવી હતી. જો કે, કેપ્ટન પેટ કમિંસે ફરી એકવાર નિર્ણાયક ઈનિંગ રમી હતી અને ટીમને જીત અપાવી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમ માટે આ મેચમાં ટ્રેવિસ હેડનું પ્રદર્શન બોલ અને બેટ બંનેમાં શાનદાર રહ્યું. સાઉથ આફ્રિકાની ટીમ માટે જ્યારે એનરિક ક્લાસેન અને ડેવિડ મિલરની જોડી એક મોટી ભાગીદારી તરફ આગળ વધી રહી હતી ત્યારે હેડે બે વિકેટ લીધી બેટિંગમાં આવીને 48 બોલ પર 62 રનની ઈનિંગ્સ રમીને આસાન બનાવી દીધી. આ પ્રદર્શનના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનું સન્માન મળ્યું.
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાના ટોચના ક્રમના ચાર બેટ્સમેન ક્વિંટન ડિકોક (03), તેમ્બા બાવુમાન (0), રાસી વાન ડર ડુસેન (06) અને એડન માર્કરમ (10) 12 ઓવરમાં પવેલિયન પહોંચી ગયા હતા. જેનાથી તેમનો સ્કોર ચાર વિકેટ પર 24 રન હતો. જે બાદ ડેવિડ મિલરે બાજી સંભાળી હતી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
બીજી તરફ મિચેલ સ્ટાર્ક (10-1-34-3) અને જોશ હેઝલવુડે (8-3-12-2) શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ તરફ કોટ્સઝે, શામ્સી અને મહારાજે ઓસ્ટ્રેલિયન બેટરના હાથ બાંધી રાખ્યા હતા અને ઓછા સ્કોરમાં પણ મજબૂત ટક્કર આપી હતી. આમ, લીગ મેચમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ ફરી એકવાર સેમીફાઈલમાં હારી ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ