Team Chabuk-Gujarat Desk: પાટણના રાધનપુર-વારાહી હાઇવે પર ગોઝારો અકસ્માત થયો હતો. પીપળી પાટિયા નજીક ટ્રક અને મુસાફર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતની ઘટનામાં 6 લોકોના મોત થયા છે. અન્ય ઈજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે.
આ અકસ્માત એટલો દર્દનાક હતો કે, હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા હતા. રાધનપુર પોલીસ ઘટના સ્થળપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાધનપુરના વારાહી હાઈવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે અકસ્માત થયો હતો. જેમાં એક જીપ ટ્રકમા ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, જીપના ફૂરચેફુરચા ઉડી ગયા હતા. જેના બાદમાં જીપમાં સવાર લોકોના મોતથી હાઈવે પર માતમ છવાયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
