Homeગુર્જર નગરીસુરતઃ દીકરાના લગ્નની ખરીદી કરવા ગયેલા માતા-પિતા પર ટેન્કર ફરી વળ્યું, બન્નેના...

સુરતઃ દીકરાના લગ્નની ખરીદી કરવા ગયેલા માતા-પિતા પર ટેન્કર ફરી વળ્યું, બન્નેના મોત

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરના વરિયાવ રોડ પર ટેન્કરની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત થયું છે. દીકરાના લગ્નની ખરીદી કરવા માટે નીકળેલા માતા-પિતાના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના વરિયાવ રોડ પર ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લેતાં બન્નેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતક માતા-પિતા પોતાના પુત્રના લગ્નની ખરીદી કરવા માટે અમરોલી જઈ રહ્યા હતા. પુત્રનાં લગ્ન પહેલા જ માતા-પિતાનું મોત નીપજતા પરિવારજમાં સન્નાટો છવાઇ ગયો હતો. જ્યારે ચાર વર્ષના બાળકનો ચમત્કારિક બચાવ થયો છે.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, સુરતના વરીયાવ રોડ ખાતે કારીવાડ ગામની સીમમાં ટેન્કરે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બાઈક સવાર દંપતી ઓલપાડ તાલુકાના જોથાણ ગામના હળપતિ વાસમાં રહેતા 50 વર્ષીય સુરેશભાઈ કનુભાઈ રાઠોડ અને તેમના 45 વર્ષનાં પત્ની ગૌરીબેન રાઠોડ સાથે ખરીદી કરવા માટે સુરતના અમરોલી વિસ્તારમાં જઈ રહ્યા હતા. પાડોશમાં રહેતો ચાર વર્ષનાં તન્વીર તેમની સાથે જવા માટે જીદ કરતાં તેને પણ સાથે લઈ ગયા હતા. આ દરમિયાન વરિયાવ ગામથી ઉતરાણ તરફ જઈ રહેલા રોડ પરથી તેઓ અમરોલી ખાતે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કોરીવાડ ગામની સીમમાં પાછળથી આવતા ટેન્કર ચાલકે અચાનક અડફેટે લીધા હતા અને બન્ને પર ટેન્કર ફરી વળ્યું હતું. જેથી ગૌરીબેન રાઠોડ અને સુરેશભાઈ રાઠોડનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે ચાર વર્ષીય તન્વીર ફંગોળાઈ જતા ચમત્કારિક બચાવ થયો હતો.

જહાંગીરપુરા પોલીસ અધિકારીનાં જણાવ્યા પ્રમાણે, સુરેશભાઈ અને પત્ની ગૌરીબેનના પુત્રના ત્રણ મહિના પછી લગ્ન યોજાવાના હતા. પુત્રના લગ્નની ખરીદી કરવા માટે તેઓ સુરતના અમરોલી વિસ્તારમાં જઈ રહ્યા હતા. જોકે લગ્નની ખરીદી કરે તે પહેલા જ કાળમુખા ટેન્કરે બન્નેનો જીવ લીધો હતો. લગ્નનાં ખુશીનાં માહોલ વચ્ચે અચાનક આ સમાચાર આવતા પરિવારમાં દુઃખની લાગણી છવાઈ ગઈ છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments