Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયા એકસાથે ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ટીમ બની ગઈ છે. ICC તરફથી દર બુધવારે લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. નાગપુર ટેસ્ટ પૂર્ણ થયા બાદ આ પહેલી તક હતી જ્યારે રેન્કિંગ અપડેટ થયુ છે, કારણકે ભારતીય ટીમને અહીં બમ્પર ફાયદો થયો છે. હવે ટેસ્ટમાં ભારતના 115 રેટીંગ્સ પોઈન્ટ છે, જ્યારે ઓસ્ટ્રેલિયા નંબર-2 પર પહોંચી ગયુ છે અને તેના 111 રેટીંગ્સ પોઈન્ટ છે.
ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલી વખત થયુ છે જ્યારે કોઈ પુરૂષ ટીમ એકસાથે ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની હોય. ભારતીય ટીમ ટી20 અને વન-ડે ફોર્મેટમાં પહેલેથી જ નંબર-1 પર હતી. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી શરૂ થતા પહેલા ટીમ ઈન્ડિયા ટેસ્ટમાં નંબર-2 પર હતી પરંતુ નાગપુરમાં ઈનિંગ અને 132 રનથી જીત મળ્યાં બાદ અહીં પણ ભારત નંબર-1 બની ગયુ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
