Team Chabuk-Political Desk: ગુજરાતમાં હેલ્મેટ ન પહેર્યું હોય તેના પર દંડનો દંડો ચલાવવામાં આવી રહ્યો છે. આ કામ સરકાર જ કરી રહી છે, પણ સરકારના જ એક ધારાસભ્યને આ કામ પસંદ નથી. નામ છે કુમાર કાનાણી. ગુજરાત સરકારમાં ભૂતપૂર્વ સ્વાસ્થ્ય મંત્રી હતા. તેમણે ગૃહ રાજ્ય મંત્રાલયને પત્ર લખ્યો છે. જેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસ અંગેની ડ્રાઈવ રદ કરવા વિનવણી કરી છે. પત્રમાં તેઓએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે પોલીસ બેફામ બની ઉઘરાણી કરે છે. એક તો બંને નેતા સુરતના છે. બંને ભાજપના છે. ભાજપના જ નેતા ભાજપના જ નેતાને પત્ર લખે તો રાજકારણ ગરમાવાનું જ છે.

હેલ્મેટ ન પહેરવાના કારણે અને કારમાં સીટ બેલ્ટ ન બાંધવાના કારણે માર્ગ અકસ્માતમાં વધારો થાય છે તેવું સુપ્રીમ કોર્ટની રોડ સેફ્ટી અંગેની કામગીરીની સમીક્ષા બેઠક તેમજ રાજ્ય ખાતે સમયાંતરે યોજાતી રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠકમાં સામે આવ્યું હતું. એવામાં નિર્ણય લેવામાં આવ્યો છે કે તારીખ 6 માર્ચથી 15 માર્ચની વચ્ચે હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસમાં ડ્રાઈવ રાખવી તથા આ ડ્રાઈવમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસ કરવાના રહેશે, પરિણામે હાલ સમગ્ર ગુજરાતમાં હેલમેટ અને સીટ બેલ્ટ વગરના ચાલકો દંડાય રહ્યા છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીને કુમાર કાનાણીએ લખ્યું છે કે તારીખ 6-3-2022થી તારીખ 15-3-2022 સુધી હેલ્મેટ તથા સીટ બેલ્ટની ઝૂંબેશ ચલાવવાનો પરિપત્ર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ જેને ધ્યાને લેતા હાલ કોવીડ-19ની પરિસ્થિતિ હમણાં જ કાબુમાં આવેલ છે. સામાન્ય પ્રજા હાલ જ આ બંધનોમાંથી મુક્ત થયેલ છે. તેથી આ હેલ્મેટ તથા સીટ બેલ્ટના ભંગના કેસો અંગેની ડ્રાઈવ બાબતે સામાન્ય વ્યક્તિઓ માટેનો દંડ ખૂબ મુશ્કેલ ભર્યો છે. તેમજ શહેરી વિસ્તારોમાં પોલીસના ટોળે ટોળા ઊભા રહીને બેફામ ઉઘરાણી કરી રહેલ છે. તેમની હેરાનગતિ વધી રહેલી છે. આથી પ્રજા સહયોગ માટે હેલમેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઈવ રદ કરવા મારી ભલામણ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
