Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરના સમઢીયાળા ગામે જમીન ખેડવા બાબતે જૂથ અથડામણમાં બે સગા ભાઈની હત્યા

સુરેન્દ્રનગરના સમઢીયાળા ગામે જમીન ખેડવા બાબતે જૂથ અથડામણમાં બે સગા ભાઈની હત્યા

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન ખેડવા બાબતે ધીંગાણું થતાં બે લોકોની હત્યા કરી દેવામાં આવી છે. મૃતક બન્ને સગા ભાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. સમઢીયાળા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બન્ને જૂથો વચ્ચે મારામારી થતાં મામલો ઉશ્કેરાયો હતો. અલગ અલગ જ્ઞાતિના બે જૂથો સામસામે આવી ગયા હતા. અને હથિયારો વડે મારામારી થતાં બે સગા ભાઈઓના મોત થયા છે.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં આવેલા સમઢીયાળા ગામમાં જુથ અથડામણની ઘટનામાં ઈજાગ્રસ્તો પૈકીના 2 આઘેડ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયા છે. જેથી આ મામલો હત્યામાં પરિણમ્યો છે. જમીન ખેડવા બાબતે બે અલગ અલગ જ્ઞાતિના જૂથો સામ સામે આવી ગયા હતા. તલવાર અને ધારિયા જેવા હથિયારો સાથે થયેલી મારામારીમાં મામલો બિચક્યો હતો. મૃતકો અનુસુચિત જાતિના હોવાની વિગતો પણ સામે આવી છે.

samadhiyala

સમઢીયાળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાતા ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અનુસુચિત સમાજના આગેવાનો પણ અહીં એકત્ર થઈ ગયા છે. આ ઘટનામાં 1 મહિલા સહિત 5 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જ્યાં બે વ્યક્તિના મોત થતાં મામલો હત્યામાં પલટાયો છે. મૃતકોના નામ આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમાર હોવાની પુષ્ટિ થઈ છે.

મૃતકના પુત્ર જયેશ પરમારે જણાવ્યું હતું કે, સમઢિયાળામાં અમારી 70 વર્ષ જૂની જમીન છે. પરંતુ આરોપી પક્ષના લોકોએ આ જમીન તેઓની છે તેમ કહીને કેસ કર્યો હતો. આ કેસ અમે જીતી ગયા હતા. તેમ છતાં અમારા પર તેઓ દાદાગીરી કરે છે અને ધાક ધમકીઓ આપે છે. મારા પિતા અને મારા કાકા સહિત પરિવારજનો ત્યાં ખેતરમાં ગયા હતા. તે દરમિયાન 10થી 15 લોકો લાકડી, ધારિયા જેવા હથિયારો લઈને આવ્યાં હતા અને તેઓએ અમારા પરિવારજનો પર હુમલો કર્યો હતો અને મારા પિતાનો પગ પણ કાપી નાખ્યો હતો. જેમાં મારા પિતા અને મારા કાકાનું મોત થયું છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments