Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાંથી ચેઈન સ્નેચર અને વાહન ચોરીના ગુનામાં ફરાર થયેલો આરોપી ઝડપાયો છે. નારોલ પોલીસે ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીના ગુનામાં થોડા દિવસો અગાઉ એક આરોપીને ઝડપ્યો હતો. જો કે આ આરોપી નારોલ પોલીસ સ્ટેશનના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આરોપી અલગ અલગ જગ્યાએ છુપાઈને રહેતો હતો. આ ફરાર આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી પ્રમાણેક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઉમેશ ખટીક નામના આરોપીને નારણપુરા પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી અગાઉ નારોલ પોલીસ સ્ટેશનમાંથી પોલીસના જાપ્તામાંથી ફરાર થયો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, નારોલમાંથી ભાગ્યા બાદ આરોપી 15 દિવસ રાજસ્થાન જતો રહ્યો હતો. જે બાદ પોલીસની ધોંસ ઓછી થતાં પરત આવ્યો હતો અને ગાંધીનગર તથા અડાલજ વિસ્તારમાં સરકારી હોસ્પિટલ અને શૌચાલયમાં રહીને ફ્રેશ થતો હતો. જે બાદ સિવિલમાંથી એક્ટિવા ચોર્યું હતું અને આ ચોરીનું એક્ટિવા લઈને ફરતો હતો. કામ પૂરું થાય એટલે કલોલ બસ સ્ટેશન પાસે એક્ટિવા મૂકીને બસમાં રાજસ્થાન પરત ચાલ્યો જતો હતો.
આરોપીએ 2016થી વાહન ચોરી અને ચેઈન સ્નેચિંગ શરુ કરી હતી .અમદાવાદના અલગ અલગ 9 પોલીસ સ્ટેશમાં તેની સામે ગુના નોધાયેલા છે અને કેટલાકમાં તે પકડાયેલો પણ છે. જ્યારે સુરતમાં પણ અને ગુના નોધાયેલા છે અને હૈદરાબાદ તથા બેગ્લોરમાં પણ 11 ગુના નોધાયેલા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
