Homeદે ઘુમા કેઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ભારતની પુરુષ ટીમનો 16 વર્ષ જૂનો કિર્તીમાન તોડી નાખ્યો

ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ભારતની પુરુષ ટીમનો 16 વર્ષ જૂનો કિર્તીમાન તોડી નાખ્યો

Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રલિયાએ મંગળવારે દક્ષિણ આફ્રિકાને પરાજય આપી વિશ્વકપમાં વધુ એક જીત પ્રાપ્ત કરી છે. ટીમે અત્યાર સુધીમાં છ મેચ રમ્યા છે અને તમામ મેચ પર જીત હાંસિલ કરી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ મહિલા વિશ્વકપની ન માત્ર ખતરનાક ટીમ છે, પરંતુ જીતની પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. કોઈ મેજર અપસેટ સર્જાય તો જ નહીં તો ઓસ્ટ્રેલિયાની ટીમને પરાજય આપવો એ લોઢાના ચણા ચાવવા સમાન  છે.

હાલ ટીમ પોંઈન્ટ ટેબલમાં શીર્ષ સ્થાન પર છે. દક્ષિણ આફ્રિકાની સામે મેળવેલી જીત બાદ ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ભારતીય પુરુષ ટીમનો 16 વર્ષ જૂનો કિર્તીમાન તોડી નાખ્યો છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે લક્ષ્યનો પીછો કરતા રેકોર્ડ સતત 18મી વનડેમાં જીત મેળવી. જે પુરુષ અને મહિલા ક્રિકેટમાં એક નવો રેકોર્ડ છે. પહેલા આ રેકોર્ડ ભારતની ક્રિકેટ ટીમ પાસે હતો. ભારતની મેન્સ ટીમ ઈન્ડિયાએ વર્ષ 2005-06માં લક્ષ્યનો પીછો કરતા સતત 17 મેચ જીત્યા હતા.

મહિલા ક્રિકેટની જો વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા બાદ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડનો નંબર આવે છે. આ બંને ટીમે લક્ષ્યનો પીછો કરતા 15-15 મેચ જીત્યા છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ પાસે છ વખત વિશ્વકપ જીતવાનો પણ કિર્તીમાન છે. જો કોઈ મોટો ઉલટફેર સર્જાતો નથી તો આ વિશ્વકપ પણ ઓસ્ટ્રેલિયાના ખાતામાં જ જશે.

દક્ષિણ આફ્રિકા સામેની તેની મેચની જો વાત કરવામાં આવે તો, આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 272 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જવાબમાં ઓસ્ટ્રેલિયાની સુકાની મેગ લેનિંગે વનડેમાં પોતાની 15મી સેન્ચુરી ફટકારી. 130 બોલનો સામનો કરતા 15 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી તેણે વિશ્વકપની ત્રીજી સેન્ચુરી ફટકારી છે. તેની આ મનોરંજનક ઈનિંગના પરિણામે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ પર 272 રન બનાવી 28 બોલ બાકી રહેતા પહેલા જીત નોંધાવી લીધી હતી.

29 વર્ષીય લેનિંગે વનડે કારકિર્દીની 15મી સેન્ચુરી ફટકારી છે. જેમાંથી 10 સેન્ચુરી તેણે લક્ષ્યનો પીછો કરતાં ફટકારી છે. ઓસ્ટ્રેલિયાની પુરુષ અને મહિલા બંને ટીમની જો તુલના કરવામાં આવે તો વનડેમાં કોઈપણ ખેલાડીએ લક્ષ્યનો પીછો કરતા લેનિંગથી વધારે સેન્ચુરી નથી ફટકારી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી અને વિકેટકીપર એડમ ગિલિક્રિસ્ટ અને પૂર્વ સુકાની રિકી પોન્ટીંગે લક્ષ્યનો પીછો કરતા વનડેમાં આઠ સેન્ચુરી ફટકારી છે. લેનિંગના નામે 97 ઈનિંગમાં 54ની એવરેજથી 4427 રન છે. 15 સેન્ચુરી સિવાય તેણે 19 હાફ સેન્ચુરી પણ લગાવી છે. તેની સ્ટ્રાઈક રેટ 92ની છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments