Homeસિનેમાવાદગલી બોય ફિલ્મમાં ટ્રેક ઈન્ડિયા 91 નામનો રેપ કરનાર ધર્મેશ પરમારનું 24...

ગલી બોય ફિલ્મમાં ટ્રેક ઈન્ડિયા 91 નામનો રેપ કરનાર ધર્મેશ પરમારનું 24 વર્ષની વયે નિધન, રણવીર સિંહ અને સિદ્ધાંત ચતુર્વેદીએ આપી શ્રદ્ધાંજલિ

Team Chabuk-Cinema Desk: રેપર ધર્મેશ પરમારનું 24 વર્ષની નાની વયે નિધન થઈ ગયું છે. તેઓ પોતાના મંચ નામ MC Tod Fodથી લોકપ્રિય હતા. તેમની મોતની પાછળ કયું કારણ છે તેનો હજુ સુધી ખુલાસો નથી થયો. જોકે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા ધર્મેશના મિત્રએ કહ્યું હતું કે તે ‘બીમારીઓની સામે ઝઝૂમી રહ્યો હતો, પરંતુ રવિવારના રોજ સ્ટ્રોક આવવાના કારણે તેનું નિધન થયું.’

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર MC Tod Fod ગલી બોય ફિલ્મમાં ટ્રેક ઈન્ડિયા 91 નામનો રેપ કર્યો હતો. ગલીબોયના અભિનેતા રણવીર સિંહ અને સિદ્ધાંત ચતુર્વેદીએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રણવીરસિંહે ધર્મેશ પરમારની ફોટો રાખી છે અને તૂટેલા હ્રદયનું ઈમોટિકોન પણ શેર કર્યું છે.

સિદ્ધાંત ચતુર્વેદીએ સ્વર્ગસ્થ રેપરની સાથેની વાતચીતનો એક સ્ક્રિનશોટ પણ શેર કર્યો છે. તેણે તૂટેલા હ્રદયના ઈમોટિકોનની સાથે લખ્યું છે, ‘RIP ભાઈ.’ ગલીબોય ફિલ્મના નિર્દેશક જોયા અખ્તરે તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા લખ્યું છે કે તમે ખૂબ જલ્દી ચાલ્યા ગયા. RIP. #mctodfod. જોયા અખ્તરના પ્રોડક્શન હાઉસ ટાઈગર બેબી ફિલ્મ્સે પણ રેપરને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રોડક્શન હાઉસે રેપરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ‘ધર્મેશ પરમાર ઉર્ફ MC Tod Fodની યાદમાં.’

આ સિવાય સ્વદેશી બેન્ડ નામનું ઓફિશ્યલ પેજ જેનો MC Tod Fod સભ્યો હતો, તેણે ધર્મેશની સાથેનો એક જૂનો વીડિયો શેર કરી લખ્યું છે કે તમે હંમેશાં તમારા સંગીત દ્વારા યાદ રહેશો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments