Homeગુર્જર નગરીઅમદાવાદની આ દુકાનોમાં એપલના નામે ઠોઠું પ્રોડક્ટ પકડાવી દેતા હતા, ક્યાંક તમે...

અમદાવાદની આ દુકાનોમાં એપલના નામે ઠોઠું પ્રોડક્ટ પકડાવી દેતા હતા, ક્યાંક તમે તો ઝપટમાં નથી આવી ગયા ને?

Team Chabuk-Gujarat Desk: એપલ એક એવી પ્રોડક્ટ છે જેના માટે ભૂતકાળમાં કિડની વેચાયાના દાખલા છે, પરંતુ માની લો કે કોઈએ પોતાની કિડની વેચી હોય એપલ મોબાઈલ ખરીદવા માટે અને એ નકલી નીકળે તો? શું દશા થાય? આ તો ફક્ત વાત માત્ર છે. જોકે અમદાવાદમાં એપલની પ્રોડક્ટસ છે કહી નકલી પ્રોડક્ટ ધાબળી દેનારી પાંચ દુકાનો પ્રકાશમાં આવી છે. અસલીના નામે ડુપ્લિકેટ પધરાવી દઈ રોકડા ખિસ્સામાં સેરવી લેતા ડુપ્લિકેટજીવી દુકાનદારો નિર્દોષ ગ્રાહકોને અત્યાર સુધી ઉલ્લુ બનાવતા હતા.  

આ કાંડ કોઈ અજાણી દુકાનમાં નહીં, પણ અમદાવાદ શહેરની જાણીતી દુકાનમાં બન્યો છે. પોલીસ દ્વારા પાંચ દુકાનોમાં રેડ પાડવામાં આવી અને અસલીના નામે નકલી એસેસરીઝનો માલ પકડાયો. ઈસનપુર પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો અને અત્યાર સુધી કેટલા ગ્રાહકોને ઉલ્લુ બનાવી એપલનો નકલી માલ પકડાવી દીધો હતો, એ દિશામાં તપાસ હાથ ધરી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી મોબાઈલ એસેસરીઝની દુકાનમાં અસલીના નામે ડુપ્લિકેટ વસ્તુ પકડાવી દેતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસ અને કોપીરાઈટ અંગેનો કેસ કરતા કંપનીના માણસો ત્યાં પહોંચ્યા હતા. ફોનવાલે, ઉમિયા એજન્સી, મહેતા એજન્સી, કબીર વર્લ્ડ અને વર્લ્ડ ઓફ મોબાઇલની દુકાનમાં તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ત્રણ લાખનો નકલી મુદ્દામાલ રિકવર કરી પોલીસે કોપીરાઈટ એક્ઠ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફોનવાલે સહિતની પાંચ દુકાનો પર કોપીરાઈટના ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો છે. ગ્રાહકોને શું નકલી શું અસલી તેની ખબર નથી હોતી. એ દુકાનદાર પર પૂરતો વિશ્વાસ રાખી મોબાઈલ અને મોબાઈલ સંલગ્ન વસ્તુઓ ખરીદતા હોય છે. મોબાઈલ આજના આધુનિક સમયમાં રોટી, કપડાં અને મકાન બાદ ચોથી જીવનજરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. જોકે આ પ્રતિષ્ઠિત દુકાનોએ જ ગ્રાહકોની સાથે ગફલું કરી નાખતા હવે ક્યાંક દૂધનો દાઝ્યો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે એવી સ્થિત ન સર્જાય તો નવાઈ નહીં.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments