Team Chabuk-Gujarat Desk: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ખેલાડી મહેન્દ્રસિંહ ધોની હાલ સુરત શહેરમાં છે. ટીમ મુંબઈ અને અમદાવાદની પીચમાં રમવું સરળ રહે આ માટે સુરતના લાલભાઈ સ્ટેડિમમાં તૈયાર કરવામાં આવેલી લાલ માટીની પીચ પર પ્રેક્ટિસ કરી રહી છે. અહીંની માટી અમદાવાદ અને મુંબઈની પીચ જેવી હોવાના કારણે ચૈન્નઈ સુપરકિંગ્સની ટીમે આ પીચની પસંદગી કરી છે. સુરતવાસીઓ પણ મહેન્દ્રસિંહ ધોનીની એક ઝલક પામવા માટે હોટલની બહાર અને સ્ટેડિયમ પર પહોંચતી બસની આજુબાજુ ઊભા રહ્યા હતા અને ધોની ધોનીના નારા લગાવ્યા હતા.
ક્રિકેટમાંથી સંન્યાસને બે વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં ધોનીની લોકપ્રિયતામાં જરાં સરખી પણ ઓટ નથી આવી. હોટલની બહાર તેના ચાહકોનો રીતસરનો મેળો જામ્યો હતો. તો ચૈન્નઈ સુપરકિંગ્સની બસને પણ ચારેબાજુથી ઘેરી લઈ ચાહકોએ ધોનીના નામની ચીચીયારીઓ બોલાવી હતી. ધોનીની એક ઝલક મેળવવા માટે તેના ચાહકો લાંબા સમય સુધી આકરા તાપમાં ઊભા રહ્યા હતા. લોકોનો પ્રેમ જોઈને ધોનીએ પણ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું.
જણાવી દઈએ કે સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ પર પ્રેક્ટિસ માટેની સૌથી વધારે 72 પીચ છે. જે ભારતના એકપણ સ્ટેડિયમમાં નથી. એટલું જ નહીં મુંબઈ અને અમદાવાદની જેમ લાલ માટીની પીચ પણ અહીં તૈયાર કરવામાં આવી છે. આ કારણથી ચેન્નાઈ સુપર કિંગ્સની મેનેજમેન્ટ ટીમ અને તજજ્ઞો દ્વારા સુરતની પીચ અને વ્યવસ્થાની ચકાસણી થોડા સમય પહેલા કરવામાં આવી હતી. જે તમામ વ્યવસ્થા જોયા બાદ આખરે ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ દ્વારા પ્રેક્ટીસ સેશન સુરતમાં રાખવાનું નક્કી કર્યું.
ઉલ્લેખનીય છે કે 26 માર્ચના રોજથી આઈપીએલના શ્રીગણેશ થઈ રહ્યા છે. પ્રથમ મેચ ગત વર્ષની વિજેતા ચૈન્નઈ અને કોલકાતાની વચ્ચે છે. આ વર્ષે ફરીથી ખેલાડીઓની હરરાજી થઈ હતી. ઉપરથી પ્રથમ વખત આઈપીએલના ઈતિહાસમાં દસ ટીમો રમશે. આ વખતે લખનઉ અને ગુજરાતની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત