Homeગુર્જર નગરીમોરબી: મમુ દાઢી હત્યા કેસમાં નાસતા ફરતાં ૪ આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ કોર્ટનું...

મોરબી: મમુ દાઢી હત્યા કેસમાં નાસતા ફરતાં ૪ આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ કોર્ટનું હાજર થવા ફરમાન

Team Chabuk-Gujarat Desk: ગત વર્ષે તા.૦૭/૦૯/૨૧ના રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સાડા આઠેક વાગ્યા વખતે મોરબી શનાળા બાયપાસ રોડ, ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ, જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ થતા મહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણી રહે. મોરબી ખાટકીવાસ વાળા નું મોત થયેલ. આ કેસમાં આરોપી આરીફ ગુલામ મીર સહીત કુલ-૧૩ આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ-૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૪૧, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦બી, ૩૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫ (૧બી) એ, ૨૭ તથા જી.પી.એ. કલમ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ છે. આ કેસની તપાસ દરમિયાન ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ ૨૦૧૫ ની કલમ ૩(૧), ૩(૨), ૩(૪) મુજબનો ઉમેરો કરવામા આવેલ છે.

આ કેસની તપાસ દરમ્યાન કુલ ૧૮ આરોપીઓના નામો ખુલવા પામેલ છે. જેમા કુલ ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટના હુકમથી અલગ અલગ જેલમાં મોકલી આપેલ છે. આ ઉપરાંત આ હત્યા કેસના આરોપીઓ આરીફ ગુલમામદભાઇ ધોળા/મીર રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબી, મકસુદભાઇ ગફુરભાઇ સમા રહે. મોરબી કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબી, કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા/કુરેશી રહે. વજેપર, મતવા વાસ, મોરબી અને હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર/ફકીર રહે. વજેપર મેઇનરોડ, દરગાહ પાસે, મોરબી વાળાઓ આ કેસમાં નાસ્તા ફરતા હોય નામદાર કોર્ટમાંથી આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનુ વોરંટ મેળવવામા આવેલ છે. તેમ છતાં આ આરોપીઓ પોતાની ઘરપકડ ટાળવા સારૂ ગુન્હાના કામે ફરાર થયેલ છે અથવા વોરંટ પોતાના પર બજે નહી એટલા માટે સંતાતા ફરે છે.

વધુમાં ઉપરોક્ત ચારેય આરોપીઓને હાજર થવા સારૂ મે. સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટ દ્વારા સી.આર.પી.સી કલમ ૮૨ મુજબનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરી આરોપીઓને ફરિયાદનો જવાબ આપવા કોર્ટ સમક્ષ હાજર થવા કલમ ૮૨ અનુસાર જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments