Homeગુર્જર નગરીએક્ટીવ કેસનો આંકડો 10 હજારને પાર, કોરોનાની આ નવી પેટર્ન છે વધુ...

એક્ટીવ કેસનો આંકડો 10 હજારને પાર, કોરોનાની આ નવી પેટર્ન છે વધુ ખતરનાક

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ફરી કોરોના વાયરસનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં એક દિવસમાં કુલ 2 હજાર 190 નવા કેસ નોંધાયા છે અને રાજ્યમાં છ દર્દીઓનો કોરોનાએ ભોગ લીધો છે. સુરતમાં 4 જ્યારે રાજકોટ અને અમદાવાદમાં 1-1 દર્દીએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ એક દિવસમાં કુલ 1422 દર્દીઓ સાજા થયા છે.

કોરોનાની બમણી ગતિ

કોરોનાએ ગુજરાતમાં બમણી ગતિ પકડી લીધી છે. સૌથી વધુ ખરાબ હાલત સુરત અને અમદાવાદની છે. અમદાવાદમાં નવા 604 કેસ નોંધાયા છે. જેની સામે 498 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સુરતમાં એક દિવસમાં 609 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેની સામે 422 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આ ઉપરાંત વડોદરામાં 165, રાજકોટમાં 139 અને સુરત ગ્રામ્યમાં 136 કેસ નોંધાયા છે.

ભાવનગર, મહેસાણા, ખેડા અને પંચમહાલમાં પણ કોરોનાએ ગતિ પકડી છે. ભાવનગરમાં 32, મહેસાણામાં 19, ખેડામાં 19, મોરબીમાં 19 અને પંચમહાલમાં 13 નવા કેસ નોંધાતા આ તમામ જિલ્લાનું તંત્ર દોડતું થઈ ગયું છે.

બોટાદ સિવાય તમામ જિલ્લામાં કેસ નોંધાયા

રાજ્યમાં માત્ર બોટાદ જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં કોરોનાએ હાજરી પુરાવી છે. રાજ્યમાં કેસ વધતાં એક્ટીવ કેસનો આંકડો પણ વધ્યો છે. વધુ 2190 કેસ નોંધાતા રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 10 હજાર 130ને પાર પહોંચી ગયો છે. જેમાંથી 83 દર્દીઓની હાલત ગંભીર છે.

રસીકરણ અભિયાન

કોરોનાના કેસ વધતાં રાજ્યમાં રસીકરણ અભિયાન પણ તેજ બનાવાયું છે. રાજ્યમાં એક જ દિવસમાં કુલ 2 લાખ 29 હજાર 51 વ્યક્તિઓને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકોને રસી આપવા છતાં કોઈ પણ આડઅસરનો કેસ નોંધાયો નથી. કેટલાક લોકોએ માત્ર સામાન્ય ચક્કર અને તાવની ફરિયાદ કરી હતી.

ટેસ્ટિંગની સંખ્યા વધારાઈ

મહાનગરોમાં કોરોનાના કેસ વધતાં તંત્ર ફરી સક્રિય થયું છે અને ટેસ્ટિંગ પણ વધારી દેવાયું છે. આ ઉપરાંત મહાનગરોમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. મહાનગરોમાં વિવિધ સ્થળે ડોમ લગાવી ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ  ધરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના દર્દીના સંપર્કમાં આવેલા તેમજ બહારથી આવતા લોકોને 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવા સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત સુપરસ્પ્રેડર્સના ટેસ્ટિંગ શરૂ કરાયા છે. આજે રાજ્યમાં કુલ 88 હજાર 099 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાએ પેટર્ન બદલી

કોરોના વાયરસ જાણે તેના રંગ બદલવામાં માહેર હોય તેમ રાજકોટમાં હવે નવી પેટર્ન જોવા મળી રહી છે. પહેલાં એવું બનતું કે, દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પણ તેમના પરિવારના સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવતો હતો. જો કે, આ વાત હવે કોરોના માટે જૂની થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કોરોના હવે પૂરેપૂરા પરિવારને ઝપેટમાં લઈ રહ્યો છે.

રાજકોટના 7, 8, 9, 10 અને 14 નંબરના વોર્ડમાં આ પ્રકારની સ્થિત સર્જાઈ છે. અહીં પરિવાર આખેઆખો સમક્રમિત થતાં તેમની મુશ્કેલી પણ વધી છે. યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, ઢેબર રોડ, ટોગોર રોડ સહિતના વિસ્તારમાં આ પ્રકારના કેસ નોંધાયા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments