Team Chabuk-Sports Desk: ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે બીજી વન-ડે દરમિયાન એક મોટી ભૂલ કરી હતી. મેચ દરમિયાન તેણે ICCના નિયમો વિરુદ્ધ બોલને લાળ લગાવી દીધી હતી. જો કે, તેની આ ભૂલ તરત જ ઓન-ફીલ્ડ અમ્પાયરોએ પકડી લીધી હતી અને સ્ટોક્સને ચેતવણી આપી હતી. એટલું જ નહીં, અમ્પાયરે તેની પાસેથી બોલ લઈ લીધો હતો અને સાફ કરીને પરત આપ્યો હતો.
ચોથી ઓવરમાં બની ઘટના
સમગ્ર ઘટના ભારતની બેટિંગ ચાલી રહી હતી તે દરમિયાન ચોથી ઓવરમાં બની હતી. બેન સ્ટોક્સે જાણી જોઈને આ ન હતું કર્યું તેનાથી ભૂલથી જ બોલ પર લાળ લગાવાઈ ગઈ હતી. આ ઘટના બાદ ઓન ફિલ્ડ અમ્પાયર નીતિન મેનન અને વીરેન્દ્ર શર્માએ મેચને થોડી વાર અટકાવી હતી અને બોલને સાફ કર્યો હતો. ત્યારબાદ મેચ ફરીથી શરૂ થઈ હતી. અમ્પાયરોએ સ્ટોક્સને ચેતવણી પણ આપી હતી અને કેપ્ટન જોસ બટલરને પણ આ વિશે જાણ કરી હતી.
એ ઓવરમાં જ વિકેટ
આ ચોથી ઓવરમાં જ શિખર ધવનની વિકેટ પડી હતી. સંયોગ એવો બન્યો હતો કે, કેચ પણ સ્ટોક્સ પાસે જ ગયો હતો. તેણે સ્લીપમાં શાનદાર કેચ ઝડપી લીધો હતો. કોરોનાકાળમાં ICCએ પણ સુરક્ષાને ધ્યાને લઈને ઘણાં ફેરફાર કર્યા છે. જેમાં બોલ પર લાળ લગાવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જો ખેલાડી અજાણતા જ બોલ પર લાળ લગાવી દે તો અમ્પાયર તેને પહેલીવાર ચેતવણી આપી છે. ત્યારબાદ જે-તે ખેલાડી પર કાર્યવાહી થઈ શકે છે.
સ્ટોક્સની બીજી ભૂલ
આ પહેલીવાર નથી જ્યારે સ્ટોક્સે આવી ભૂલ કરી હોય. હાલના ભારત પ્રવાસ પર તેણે આ ભૂલ બીજી વાર કરી છે. આ અગાઉ તેણે અમદાવાદમાં પિંક બોલ ટેસ્ટ દરમિયાન આ ભૂલ કરી હતી.
શા માટે લાળનો ઉપયોગ થાય છે ?
બોલર્સ બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરે છે. આવું કરવાથી બોલર્સને ફાયદો થતો હોય છે. જો બોલર્સ આવું ન કરે તો તેનો ફાયદો બેટ્સમેનને મળે છે. કેટલાક બોલર્સ લાળના બદલામાં પરસેવાનો પણ ઉપયોગ કરતા હોય છે. જોકે, ICCએ આ બંને પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગયા વર્ષે લાળના વિકલ્પમાં વેક્સ એમ્પ્લિકેટર શોધવાના અહેવાલ વહેતા થયા હતા.
ભવિષ્યમાં આવું જોવા મળી શકે
લાળ અને પરસેવાના વિકલ્પ સામે ઓસ્ટ્રેલિયાની બોલ ઉત્પાદક કુકાબુરા કંપનીએ વેક્સ બનાવવાની જાહેરાત કરી હતી. કંપનીએ દાવો કર્યો હતો કે આ વેક્સની મદદથી બોલ ચમકાવવામાં મદદ મળશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત