Team Chabuk-Sports Desk: ભારતની ટીમ આગામી વર્ષે માર્ચ મહિનામાં અફઘાનિસ્તાનની વિરૂદ્ધ ત્રણ વનડે મેચની સિરીઝ રમશે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા પોતાના શેડ્યુલની જાણકારી આપી આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. આવનારા બે વર્ષમાં બે વિશ્વકપનું આયોજન આઈસીસી કરશે. એવામાં અફઘાનિસ્તાનનું સંપૂર્ણ ધ્યાન વનડે અને ટી ટ્વેન્ટી વિશ્વકપ પર રહેશે. ભારત અને અફઘાનિસ્તાન માર્ચ મહિનામાં પ્રથમ વખત એકબીજાની વિરૂદ્ધ વનડે શ્રેણી રમશે. આ પૂર્વે બંને ટીમનો મુકાબલો એશિયા કપ અને વિશ્વકપ જેવા ટૂર્નામેન્ટમાં જ થયો છે.
We are pleased to announce our FTP schedule for 2022-23. This includes a total of 37 ODIs, 12 T20Is & 3 tests in the period. Moreover, the national team will be taking part in various ICC & ACC events in two years.
— Afghanistan Cricket Board (@ACBofficials) December 13, 2021
More: https://t.co/QObIpDclje@ICC pic.twitter.com/KoujvfTlRi
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા અધિકારીક જાણકારી આપતા આગામી બે વર્ષનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાન આગામી બે વર્ષમાં 37 વનડે, 12 ટી ટ્વેન્ટી અને ત્રણ ટેસ્ટ મેચ રમશે. જેમાં આઈસીસી ટૂર્નામેન્ટ અને એશિયા કપના મેચનો પણ સમાવેશ થાય છે. જો અફઘાનિસ્તાન કોઈ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચે છે તો તેના મેચની સંખ્યામાં પણ વધારો થઈ જશે. એટલે કે અફઘાનિસ્તાનનું શેડ્યુલ સંપૂર્ણ વિશ્વકપ પર આધારિત છે.
અફઘાનિસ્તાનની ટીમ ચાર વર્ષ બાદ ભારતનો પ્રવાસ કરી રહી છે. આ પૂર્વે 2018માં અફઘાનિસ્તાને ભારત સામે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. મેચમાં શિખર ધવને સેન્ચુરી ફટકારી હતી અને ભારતે સરળતાથી મેચ પોતાના નામે કરી હતી. અફઘાનિસ્તાનની ટીમ ભારતની સામે માત્ર ત્રણ દિવસ જ ટકી શકી હતી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીને લઈ બોર્ડની સાથે વાતચીત ચાલી રહી છે. જોકે ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ સ્થગિત થયેલી ટેસ્ટને લઈ કોઈ પ્રકારની જાણકારી નથી આપવામાં આવી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
