Homeદે ઘુમા કેભારતીય ટીમમાં ગમે ત્યારે ગમે તે ખેલાડી ઈજાગ્રસ્ત થઈ જાય છે

ભારતીય ટીમમાં ગમે ત્યારે ગમે તે ખેલાડી ઈજાગ્રસ્ત થઈ જાય છે

Team Chabuk-Sports Desk: દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પૂર્વે ભારતીય ટીમમાં કેટલાય ફેરફારો થયા છે. વનડે ટીમ અને ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટનને બદલી દેવામાં આવ્યા છે. આ પરિવર્તનને લઈ અસંખ્ય ખબરો સામે આવી રહી છે. જેમાં વિવાદિત ચર્ચાઓનો પણ સમાવેશ થાય છે. વિરાટ કોહલીએ ટી ટ્વેન્ટીની કેપ્ટનશીપ પોતાની ઈચ્છા પ્રમાણે છોડી હતી. જોકે વનડેની આગેવાની તેની પાસેથી આંચકી લેવામાં આવી. બીજી બાજુ રહાણેની જગ્યાએ રોહિતને ટેસ્ટનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ જ્યારે આફ્રિકાના પ્રવાસ પર નીકળવાની હતી તેના ઠીક પહેલા જ રોહિત શર્મા ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઈજાને લઈ કેટલાય સવાલો ઉઠી રહ્યા છે.

રોહિતની ઈજાને લઈ પ્રથમ ખબર આવી કે તેના હાથમાં બોલ વાગ્યો છે. પણ ટેસ્ટ શ્રેણી શરૂ થતાં પહેલા તે ફિટ થઈ જશે. એ પછી સમાચાર આવ્યા કે તેની માંસપેશીઓ ખેંચાઈ ગઈ છે અને પ્રિયાંક પંચાલને ટીમમાં કવર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. એ પછી સમાચાર આવ્યા કે રોહિત ટેસ્ટ ટીમમાંથી બહાર થઈ ગયો છે અને તેનું સ્થાન પ્રિયાંક પંચાલ લેશે.

ભારતીય ટીમની વનડેની આગેવાનીને લઈ રોહિત અને વિરાટની વચ્ચે પ્રતિસ્પર્ધા થઈ હતી. વિરાટ વનડેની આગેવાની છોડવા નહોતો ઈચ્છતો પણ બીસીસીઆઈ વનડે અને ટી ટ્વેન્ટીની આગેવાની એક જ ખેલાડીને સોંપવા ઈચ્છતું હતું. એ કારણે જ રોહિતને વિરાટની જગ્યાએ વનડેમાં સુકાનીપદ સોંપવામાં આવ્યું. સુકાની બન્યા બાદ રોહિતે વિરાટની ભરપૂર પ્રશંસા કરી હતી જ્યારે વિરાટે સાર્વજનિક રીતે નવા કેપ્ટન અંગે મૌન સેવ્યું હતું.

વિરાટ કોહલીના કેપ્ટન બન્યા બાદ ખેલાડીઓના ઈજાગ્રસ્ત થવાની સમસ્યા સામાન્ય રહી છે. તેણે શરૂઆતના કેટલાય મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં પરિવર્તન આણ્યું હતું. કેટલીય વખત ખેલાડીઓને ઈજાના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા. હેમસ્ટ્રિંગની ઈજા તેમાં પ્રમુખ છે. આ સિવાય અંગૂઠા અને આંગળીના કારણે પણ કેટલાય ખેલાડીઓ ટીમમાંથી બહાર થયા, જ્યારે અનિવાર્યતા ઊભી થઈ ત્યારે ફિટ પણ થઈ ગયા. ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણીના બીજા મેચમાં રહાણેને હેમસ્ટ્રિંગની ઈજાના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. હવે રહાણે પૂરી રીતે ફિટ છે. એવામાં લાગે છે કે ભારતના સીનિયર ખેલાડીઓ ટીમની જરૂરિયાત અનુસાર ઈજાગ્રસ્ત થાય છે અને તેમની ઈજા અનિવાર્ય સંજોગો ઉભા થતાં ઠીક પણ થઈ જાય છે!

ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા રોહિત આઈપીએલમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેણે ફાઈનલ મેચ રમી હતી, પણ ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર નહોતો ગયો. શરૂઆતના બે મેચ બાદ તેને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ રમવાની તક મળી. ત્યારે વિરાટ કોહલી પેરેન્ટલ લીવ પર હતો અને એક ટેસ્ટ મેચ બાદ ભારત પરત ફરી ગયો હતો. આ સીરિઝ પહેલા સાહા પણ ઈજાગ્રસ્ત હતો. એ ટીમની સાથે ઓસ્ટ્રેલિયા ગયો અને ત્યાં જ ઠીક થઈ મેચ પણ રમ્યો.

બીજી બાજુ રોહિત ઈજાગ્રસ્ત થયા બાદ ભારત પરત ફરી ગયો હતો અને ભારતમાં ઠીક થઈ ફરી ટીમ સાથે જોડાયો હતો. આ મુદ્દે વિરાટે કહ્યું હતું કે, રોહિત પણ સાહાની માફક ટીમની સાથે આવી શકતો હતો. પણ તે ભારત કેમ ફરી ગયો? ભારતે ઓસ્ટ્રેલિયા સામેની એ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી હતી. અંતિમ ત્રણ ટેસ્ટમાં અજિંક્ય રહાણેએ સુકાનીપદ સંભાળ્યું હતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments