Team Chabuk-Gujarat Desk: વેરાવળની સબ જેલમાં ટીવી બંધ કરવા મુદ્દે ધીંગાણું ફાટી નીકળ્યું હતું. દુષ્કર્મના આરોપ સબબ જેલની સજા કાપી રહેલા આરોપીએ જેલના અન્ય કેદીઓને ઉંઘ આવતી હોય ટીવી બંધ કરવાનું કહ્યું હતું. એવામાં ચાર અન્ય કેદીઓ જે ટીવી જોવા ઈચ્છતા હતા તેમણે આવેશમાં આવી જઈ આ કેદીનું ગળું દબાવી ઢીંકા પાટુનો માર માર્યો હતો. બાદમાં ઈજાગ્રસ્ત કેદીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે અન્ય ચાર કેદીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે વેરાવળની જેલમાં વડોદરાનો સ્વીમર કોચ પ્રકાશ સંજય શિમ્પી દુષ્કર્મના ગુનામાં છેલ્લા 73 દિવસથી જેલમાં છે. તેને ઉંઘ આવતી હતી પણ ટીવી ચાલું હોય તેની ઉંઘમાં વિક્ષેપ પડી રહ્યો હતો. આથી રાતના એકાદ વાગ્યે તેણે જેલના અન્ય કેદીઓને ટીવી બંધ કરવાનું કહ્યું હતું. તેની આ વાતથી અન્ય ગુનાની સજા કાપી રહેલા ચાર કેદીઓ શકીલ ઉર્ફે કાલુ કાબાવલીયા, અબ્દુલ ગની કુકસવાડીયા, શરીફ ચીનાઈ, હરીસિંહ જાડેજાએ હુમલો કર્યો હતો. હુમલામાં તેમણે દુષ્કર્મના કેદીનું ગળું દબાવ્યું અને ઢીંકાપાટુનો માર માર્યો હતો.
થોડીવારમાં જેલનું વાતાવરણ તણાવગ્રસ્ત થઈ ગયું હતું. હોહો અને દેકારો બોલી ગયો હતો. ધીંગાણાની સ્થિતિમાં અન્ય કેદીઓએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે જેલમાં પણ દાદાગીરી કરવાથી કેદીઓ બાજ નથી આવી રહ્યા. શરીફ નામના કેદીએ પ્રકાશને ધમકી આપી હતી કે તું જેલમાંથી છુટીને બહાર નીકળ તને જાનથી મારી નાખીશું. ચાર કેદીઓએ કરેલા હુમલાથી ઘવાયેલા આરોપીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રકાશે હુમલો કરનારા ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ કરતા પોલીસે આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત