Homeગુર્જર નગરીગીર સોમનાથઃ જમીન વિવાદ મુદ્દે 18 વર્ષ બાદ પોલીસે ફરિયાદ નોંધી, ન્યાય...

ગીર સોમનાથઃ જમીન વિવાદ મુદ્દે 18 વર્ષ બાદ પોલીસે ફરિયાદ નોંધી, ન્યાય કેટલા વર્ષે મળશે ?

શૈલેષ નાઘેરા : ગીર સોમનાથના સૂત્રાપાડાના ખેડૂતની જમીન વિવાદ મુદ્દે આખરે 18 વર્ષ બાદ પોલીસે ફરિયાદ નોંધી છે. સુત્રાપાડાનના વાવડી ગામના 65 વર્ષીય ખેડૂત અરસી રામની જમીન વેરાવળના કુકરાસ ગામે આવેલી છે. આરોપ છે કે, તત્કાલિન તલાટીમંત્રી અનિલકુમાર ચુનીલાલ અને તત્કાલિન સરપંચના પતિ નગાજણ નારણ કાછડિયાએ નકલી સહીનું કૌભાંડ કરી જમીન અંબુજા સિમેન્ટ કંપનીને બારોબાર જ વેચી દીધી છે. આ અંગે હવે કુલ 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધી પ્રભાસ પાટણ પોલીસે તપાસ શરૂ કરી છે.

18 વર્ષથી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા

આ જમીનને પરત મેળવવા માટે છેલ્લા 18 વર્ષથી ફરિયાદી અરસી રામ અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા પરંતુ તેમની તેમની ફરિયાદ નોંધાઈ રહી ન હતી.

મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી

વારંવાર રજૂઆત અને અલગ-અલગ કચેરીઓના ધક્કા ઉપરાંત તેઓએ આ અંગે તેઓએ ગાંધીનગ જઈ ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ અવગત કર્યા હતા અને યોગ્ય પગલાં લેવા રજૂઆત કરી હતી.

સાઈકલ લઈને ગાંધીનગર પહોંચ્યા હતા

એક વર્ષ પહેલાં તેઓ સૂત્રાપાડાના વાવડી ગામેથી સાયકલ લઈને ગાંધીનગર પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ તેમને ન્યાય મળશે તેવું આશ્વસન પણ આપ્યું હતું. જો કે, આ વાતને પણ લાંબો સમય વિતી ગયા બાદ તેઓ વાવડીથી સાઈકલ લઈને દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા નીકળ્યા હતા પરંતુ તાલાલાના ગુંદરણ ચોકડી વિસ્તારમાંથી તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.

વડાપ્રધાનને રજૂઆત કરવા નીકળ્યા હતા, અટકાયત કરી લેવાઈ હતી

વડાપ્રધાનને રજૂઆતનું આયોજન નિષ્ફળ થતાં તેઓ 1 જાન્યુઆરી 2021ના રોજ જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે ઉપવાસ પર બેસી ગયા હતા. આ દરમિયાન ફરી તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. આમ, વારંવાર અટકાયત છતાં અરસી રામે પોતાની લડાઈ ચાલુ રાખી હતી.

તંત્ર પાસે ન્યાયની આશાઃ ખેડૂત

આ અંગે ખેડૂત અરસી રામનું કહેવું છે કે, વેરાવળના કુકરાસ ગામે જમીન સર્વે નંબર 68 પૈકિ 1 જેના ખાતા નંબર 120 વાળી જમીન અમારી જાણ બહાર જ અંબુજા સિમેન્ટ કંપનીને વેચી નાખી હતી. જમીનના રૂપિયા પણ તલાટી મંતત્રી અનિલકુમારે પચાવી પાડ્યા હતા. અમે વેરાવળ કચેરીમાં તપાસ કરાવતા ખોટી સહી હોવાનું સામે આવ્યું હતું. આ મુદ્દે અમને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા મળે તેવી તંત્ર પાસે આશા છે.

18  વર્ષ બાદ જમીન વિવાદ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. જો કે, ફરિયાદ નોંધાયા બાદ પણ આરોપ થઈ રહ્યા છે કે, આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કારણ કે, ફરિયાદ નોંધાયા બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી હજુ દૂર છે.આ મામલે હવે પોલીસે આરોપીઓને ઝડપીને જવાબ આપવાની જરૂર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments