Team Chabuk-Gujarat Desk: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી પાટણની હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ સાથ જ કોરોનાકાળમાં ઓક્સિજન રિફીલીંગ પ્લાન્ટ શરૂ કરનારી પ્રથમ ગ્રાન્ટેડ યુનિવર્સિટીનું ગૌરવ પણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીને પ્રાપ્ત થયું છે. ૬૦ લાખ રૂપિયાના ખર્ચે માત્ર ૧પ દિવસમાં તૈયાર થયેલા ઓક્સિજન રિફિલીંગ પ્લાન્ટની મદદથી ૧૩ કિલો લીટર પ્રવાહી ઓક્સિજનની ક્ષમતાના એક સાથે ૪૦ સિલીન્ડર ભરી શકાય છે.
રિસર્ચ, ઉદ્યોગોમાં પણ વપરાઈ શકશે ઓક્સિજન
આગામી સયમાં રાજ્યમા ત્રીજી લહેર આવે તેવી સંભાવનાઓ છે. ત્યારે આ પ્લાન્ટ પાટણ શહેર-જિલ્લા અને આસપાસના તાલુકાઓમાં ઓક્સિજન જરૂરિયાત પુરી કરી શકશે. આમ, કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે પાટણ સજ્જ છે. આ ઉપરાંત યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં રિસર્ચ માટે અને ઉદ્યોગોમાં પણ આ ઓકસીજનનો ઉપયોગ જરૂરિયાત મુજબ થઈ શકશે.
ઓક્સિજનની કમી થવા દીધી નથીઃ CM
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એકવાર દાવો કર્યો હતો કે, ગુજરાતમાં ઓક્સિજનના અભાવે એક પણ વ્યક્તિ નું મૃત્યુ થયું નથી. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની મદદ થી રાજ્યમાં ઓક્સિજન પૂરવઠાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી અને રોજની 250 ટન ખપતથી 1200 ટન થઈ તો પણ કોઈ તંગી થવા દીધી નથી. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે ગુજરાત સંપૂર્ણ સજ્જ છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
300 ઓક્સિજન મેળવી ગુજરાત પગભર થશેઃ CM
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની સંભવિત થર્ડ વેવ સામેનો એકશન પ્લાન જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે, દેશભરના રાજ્યોમાં આવો આગોતરો એક્શન પ્લાન જાહેર કરવાની ગુજરાતની પહેલ છે. હવામાંથી ઓક્સિજન બનાવવાના પ્લાન્ટસ દ્વારા ૩૦૦ ટન ઓક્સિજન મેળવી ગુજરાત ઓક્સિજનમાં પગભર થશે.
સંભવિત થર્ડ વેવમાં ઓક્સિજન માંગને પહોચી વળવા ૧૧પ૦ મેટ્રીક ટનથી વધારીને ૧૮૦૦ મેટ્રીક ટન ઓક્સિજન ક્ષમતા કરવાનું મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઘડાયેલા એકશન પ્લાનમાં આયોજન છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત