Homeગુર્જર નગરીજૂનાગઢઃ બિલ્ડિંગ ધરાશાયી થતા પતિ-પુત્રોના મોત બાદ પત્નીની પણ આત્મહત્યા

જૂનાગઢઃ બિલ્ડિંગ ધરાશાયી થતા પતિ-પુત્રોના મોત બાદ પત્નીની પણ આત્મહત્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ શહેરના કાડિયાવાડમાં સોમવારે જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોનું મોત થયું હતું. હવે પતિ અને બે પુત્રો ગુમાવનારી મહિલાએ પણ આત્મહત્યા કરી લીધી છે. આમ, બે જ દિવસમાં પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.

પતિ અને બે પુત્રોના વિરહમાં મહિલાએ એસિડ પી લીધું હતું. જે બાદ તેને સારવાર માટે લઈ જવાઈ હતી. કમનસીબે તેમનું પણ મોત થયું છે. હોસ્પિટલમાં મહિલાએ અંતિમ શ્વાસ લીધા હતા.

મહત્વનું છે કે, સોમવારે જૂનાગઢના કડિયવાડ વિસ્તારમાં બે માળની ઈમારત તાસના પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ બિલ્ડિંગ કેટલાય સમયથી જર્જરિત હતી. દટાયેલી હાલતમાં મહિલાના પતિ સંજય ડાભી તેમજ પુત્ર દક્ષ અને તરૂણના મૃતદેહ મળ્યા હતા. એક જ પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના મોતથી પરિવારજનો પર આભ ફાટ્યું હતું. હવે સંજય ડાભીના પત્ની મયુરી ડાભીએ પણ જીવન ટૂંકાવી લેતા સમગ્ર જૂનાગઢમાં ચકચાર મચી ગઈ છે.

After the death of husband and sons due to the collapse of the building at junagadh the wife also committed suicide

મહત્વનું છે કે, જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં 4 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જૂનાગઢમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ જૂનાગઢ શહેરમાં મોટાભાગના રસ્તાઓ ધસમસતા વરસાદી પાણીના પ્રવાહ વહ્યા હતા. વરસાદે રાહત લીધો ત્યાં જ એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેમાં કુલ ચાર વ્યક્તિના મોત થયા હતા. દુર્ઘટના બાદ જૂનાગઢ મહાનગરપાલિકામાં તાત્કાલિક એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં આવી ઘટનાઓને ટાળવા માટે શહેરની 65 ઈમારતો જે જોખમી છે તે તોડી પાડવા નિર્ણય કરાયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments