Homeગુર્જર નગરીલ્યો અમદાવાદમાં વધુ એક નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો, આરોપીની અટકાયત

લ્યો અમદાવાદમાં વધુ એક નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો, આરોપીની અટકાયત

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં વધુ એક નશામાં ધૂત નબીરાએ લોકોના જીવ જોખમમાં મુક્યા. શહેરના માણેકબાગ વિસ્તારમાં મોડી રાતે મોંઘીદાટ કાર લઈને નીકળેલા નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ કારની સ્પીડ એટલી વધુ હતુ કે જો કોઈ કાર સામે આવ્યું હોત તો તેના રામ રમી ગયા હોત. અકસ્માત સમયે કારનું એક વ્હીલ ફાટી ગયુ હતું.

સેટેલાઈટ પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ કરી રહ્યા છે. અકસ્માત કરનાર BMW કારનો નંબર GJ 01 KA 6566 છે. આ BMW કાર અમદાવાદમાં જ રજિસ્ટ્ર થયેલી છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે, ડ્રાઈવર નશામાં ધૂત હતો. જેના કારણે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને અલગ અલગ જગ્યાએ ગાડી અથડાવી હતી. એક જાગૃત નાગરિકે કારચાલકનો વીડિયો પણ બનાવ્યો હતો. જે હાલ વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, માણેકબાગ વિસ્તારમાં કાર લક કમલેશ બિશ્નોઇએ અકસ્માત સર્જ્યો હતો. દાવો છે કે, નશામાં ધૂત કાર ચાલકે માણેકબાગ વિસ્તાર ઉપરાંત અન્ય જગ્યાએ પણ પોતાની BMW કારને અથડાવી હતી. બીજી તરફ બનાવની જાણ થતા સેટેલાઈટ પોલીસના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આરોપી કારચાલકની અટકાયત કરી હતી.

Ahmedabad Car Accident

મહત્વનું છે કે, તાજેતરમાં જ શહેરના ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. જેમાં 10 લોકોના મોત થયા હતા. જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે 140થી વધુની સ્પીડે પોતાની જેગુઆર કાર ચલાવી રહ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments