Homeગુર્જર નગરીસંબંધોનું ખૂનઃ હત્યા બાદ લાશને પીપમાં પેક કરી પાંચ દિવસ સુધી ઘરમાં...

સંબંધોનું ખૂનઃ હત્યા બાદ લાશને પીપમાં પેક કરી પાંચ દિવસ સુધી ઘરમાં જ રાખી હતી

Team Chabuk-Gujarat Desk: નવસારીના ચીખલીના થાલા ગામની હદમાંથી મહિલાનો મૃતદેહ મળવા મામલે પોલીસે આરોપી પતિની વારાણસીથી ધરપકડ કરી લીધી છે. અગાઉ 6 ઓક્ટોબરે પોલીસે આરોપી પતિને મદદ કરનારા 2 મિત્રોને ઝડપી લીધા હતા.  2 સપ્ટેમ્બરે નવસારીના ચીખલી થાલા ગામની હદમાંથી પાણી ભરવાના પીપમાં થેલામાં પેક કરીલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આરોપીએ મૃતદેહના પગ સેલોટેપથી બાંધી દીધા હતા.

પોલીસે બે મહિનાની તપાસ બાદ આરોપી પતિ અને પતિને મદદ કરનારા બે અન્ય શખ્સોને ઝડપી લીધા છે. તપાસમાં સામે આવ્યું છે કે, પત્નીના આડાસંબંધની જાણ થઈ જતાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં ત્યારબાદ મૃતદેહને પ્લાસ્ટીકના પીપમાં પેક કરીને પાંચ દિવસ સુધી ઘરમાં જ રાખી હતી.

40 વર્ષીય ઇન્દ્રજીત ગૌતમ નામના શખ્સે 28 વર્ષીય પત્ની અર્ચનાદેવીને તેના કથિત પ્રેમી સાથે જોઇ ગયો હતો. જ્યારથી પત્નીને પ્રેમી સાથે જોઇ ત્યારથી તેના પર પત્નીની હત્યા કરવાનું ભૂત સવાર થઇ ગયું હતું.  રાત્રે 4 દીકરીઓ ઉંઘમા હતી એ સમયે પત્નીના માથાના ભાગે પાઈપનો ઘા ફટકાર્યો હતો અને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી દઈ હત્યાને અંજામ આપ્યો હતો.

પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતીએ મૃતદેહને પીપમાં રાખી સેલોટેપથી પેક કરી દીધી હતી. મૃતદેહને પેક કર્યા બાદ પીપને ઘરમાં જ રાખ્યું હતું. ત્યારબાદ  5 દિવસ પછી એટલે કે 2 સપ્ટેબરે મૃતદેહનો નિકાલ કરવા અને યુપી જવા માટે પોતાના બે મિત્રો સાથે ઇકોમાં નીકળ્યો હતો.

advertisement-1

આરોપી પતિનો ડ્રાઈવિંગનો વ્યવસાય કરતો મિત્ર ઇકો કાર લઈને નીકળ્યા હતા. આ દરમિયાન આલીપોર અભેટા રોડ પહેલા મહિલાની લાશ અંગે ગંધ આવતા અને કેન ખુલી જતાં 2 મિત્ર અને મહિલાના પતિએ મૃતદેહને કચરાના ઢગ પાસે ફેંકી દીધી હતી અને પતિ ઇન્દ્રજીત 4 બાળકીઓ સાથે ઉત્તરપ્રદેશ જવા રવાના થયો હતો. મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે શંકાસ્પદ વાહનોને ડિકેટ્ક કર્યા હતા ત્યારબાદ ઈકો કારના માલિક સુધી તાર પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. દાવો છે કે, આરોપી પતિ પોતાની પત્નીને અન્ય યુવક સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો હોવાથી પત્નીની હત્યા કરી દીધી હતી. હાલ આ મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments