Homeદે ઘુમા કે39! વિરાટ કોહલીએ કેપ્ટન તરીકેની અંતિમ મેચમાં આંકડાઓનો અજીબ સંયોગ રચ્યો

39! વિરાટ કોહલીએ કેપ્ટન તરીકેની અંતિમ મેચમાં આંકડાઓનો અજીબ સંયોગ રચ્યો

Team Chabuk-Sports Desk: આઈપીએલ 2021માં કોલકતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હારનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ અંતિમ મેચ હતી. આગામી સિઝનમાં વિરાટ એક ખેલાડી તરીકે ટીમમાં જોડાશે. જોકે વિરાટ કોહલીએ જે ક્ષણે ટીમનું નેતૃત્વ સંભાળ્યું ત્યારથી છેલ્લી મેચ સુધીમાં એક અજીબ સંયોગની રચના થઈ છે.

2008માં જ્યારે આઈપીએલનો આરંભ થયો ત્યારથી વિરાટ કોહલી બેંગ્લોર સાથે રમી રહ્યો છે. પ્રથમ સિઝનથી જ તે આરસીબીની ટીમમાં હતો. આગામી બે સિઝન સુધી કોહલીને સતત રિટેઈન કરવામાં આવ્યો. 2011માં પ્રથમ વખત તેને આરસીબીની કેપ્ટનશિપ કરવાની તક સાંપડી. વિરાટ કાયમી ધોરણે કેપ્ટન પદ પર નહોતો પરંતુ ડેનિયલ વિટોરીને આરામ દેવાના કારણે તેને કેપ્ટન પદ સોંપવામાં આવ્યું હતું.  કેપ્ટન તરીકે કોહલીની પ્રથમ મેચ વર્ષ 2011માં 55મી મેચ હતી. મેચ આરસીબી અને રાજસ્થાન રોયલ્સની વચ્ચે હતી. આ મેચમાં રાજસ્થાને પ્રથમ બેટીંગ કરતા વીસ ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 146 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે 17 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 151 રન બનાવી લીધા હતા.

આ મેચમાં આરસીબીના ક્રિસ ગેલે 44 બોલ પર નોટ આઉટ 77 રનની ઈનિંગ રમી હતી. તિલકરત્ને દિલશાને 38 રન બનાવ્યા હતા. કોહલી 34 બોલમાં 39 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો અને બેંગ્લોરે આ મેચ નવ વિકેટથી જીતી લીધી હતી. સોમવારે કેપ્ટન તરીકે અંતિમ મેચ રમી રહેલા કોહલીએ 33 બોલમાં 39 રનની ઈનિંગ રમી હતી. આ ગજબ સંયોગ છે કે કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન તરીકેની ભૂમિકામાં પ્રથમ અને અંતિમ મેચમાં એક સમાન રન બનાવ્યા છે.

આ સિવાય વિરાટ કોહલીનો કેપ્ટન તરીકે પ્રથમ મેચ પણ આ સિઝનમાં જ રમાયો હતો. આઈપીએલ 2011ના 58માં મેચમાં બેંગ્લોરનો સામનો કેકેઆરની સામે થયો હતો. આ મેચમાં કોહલીની આગેવાની હેઠળ બેંગ્લોરને ચાર વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સોમવારના રોજ વિરાટ કોહલીને કેપ્ટન તરીકેના અંતિમ મેચમાં પણ કોલકતાએ ચાર વિકેટથી જ પરાજય આપ્યો હતો.

જોકે 2011માં જ ડેનિયલ વિટોરીએ કેપ્ટન તરીકે પુનરાગમન કર્યું હતું. વર્ષ 2012ની સિઝનમાં પણ તેમણે નેતૃત્વ કર્યું હતું. 2013માં વિટોરીએ નેતૃત્વ છોડ્યું અને વિરાટ કોહલીને કાયમી કેપ્ટન બનાવાવમાં આવ્યો. આગામી વર્ષે મેગા ઓક્શન થવાનું છે. જેમાં ટીમને હવે કોઈ એવા ખેલાડીની જરૂર રહેશે જે પ્રથમ વખત ટ્રોફી જીતાવી શકે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments