Homeગુર્જર નગરીપ્રેમ લગ્ન કરનારી યુવતીને ત્રણ મહિના બાદ ખબર પડી કે પતિ કમાતો...

પ્રેમ લગ્ન કરનારી યુવતીને ત્રણ મહિના બાદ ખબર પડી કે પતિ કમાતો નથી, ન્હાતો નથી, બ્રશ કરતો નથી…

Team Chabuk-Gujarat Desk: જોસેફ મેકવાનની નવલકથા મારી પરણેતરમાં નાયિકાના બાળપણમાં વિવાહ કરી નાખવામાં આવ્યા હોય છે. હવે તે મોટી અને સમજદાર થઈ હોય છે. તેને ખબર પડે છે કે એનો થનાર ઘરવાળો તો મૂંઓ ગાંડો છે એટલે સમાજ વિરૂદ્ધ બંડ પોકારે છે. વિરોધ નોંધાવે છે. જોકે મેકવાનની નાયિકાને તો ખબર નહોતી પણ હવે અમદાવાદમાં જે ઘટના બની છે તેની નાયિકાને તો પ્રેમ સંબંધ રાખ્યા પછી લગ્ન કરી લીધા અને લગ્નના ત્રણ મહિને પતિની પ્રકૃતિની ખબર પડી.

આ કેસ છે એક નર્સનો. જે ખેડાની રહેવાસી છે. 22 વર્ષની તેની ઉંમર છે. 181 મહિલા હેલ્પલાઈનમાં આ નર્સે મદદ માટે ફોન કર્યો અને સમગ્ર ઘટના સામે આવી ગઈ. ખેડાની આ યુવતીને મહેસાણાના યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીએ ત્રણ મહિના પહેલાં પરિવારની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યાં હતાં. પ્રથમ તેને પ્રેમ થયો અને તેણે આ વાત માતા પિતાને કરી. માતા પિતા મૂરતિયો અન્ય જ્ઞાતિનો હોવાથી વિરોધ વ્યક્ત કરતાં હતાં. પણ આખરે યુવતીએ પોતાના મનની કરી અને લગ્ન કરી નાખ્યા.

લગ્નના ત્રણ મહિનામાં જ તેના પ્રેમી અને બાદમાં પતિ બનનારની કારસ્તાની સામે આવી ગઈ. યુવતીને ખબર પડી કે એ સ્નાન નથી કરતો, કમાતો નથી, બ્રશ પણ નથી કરતો, તેનું માનસિક સંતુલન પણ બરાબર નથી. પતિના આવા વર્તનથી વારંવાર સમસ્યાઓ ઊભી થતા તે ફરી પોતાના માવતર પાસે દોડી ગઈ હતી.

જોકે માવતરે ઉડાઉ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હવે એ તારું જ ઘર છે, ત્યાં જ રહેવું પડશે, તે પ્રેમ કરવાની ભૂલ કરી છે. હવે જેવો છે તારો પતિ છે. તું ત્યાં રહે નહીં તો અમારી ઈજ્જત શું ? આમ કહી દીકરીને કાઢી મૂકી હતી. બાદમાં મામાના ઘરે યુવતી પહોંચી ગઈ હતી અને આખરે યુવતીએ 181 હેલ્પલાઈનમાં મદદ માગી હતી.

181માં મદદ માગતા યુવતીએ કહ્યું હતું કે, તેના માતા પિતા હવે તેને રાખવા માટે તૈયાર નથી અને તેને સાસરિયામાં જવું નથી. ઉપરથી તે મામાના ઘરે રહે છે તો ત્યાંથી પણ તેને જતા રહેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લે 181ની ટીમે સમગ્ર વાત સાંભળ્યા બાદ તેને કાયદાકીય સલાહ આપી હતી અને તેને વન સ્ટોપ સેન્ટર પર મોકલી આપવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments