Homeગુર્જર નગરીઅમદાવાદ: કિશોરીના દેહને પીંખી રહ્યો હતો શખ્સ, માતા આવી ગઈ તો ખાટલા...

અમદાવાદ: કિશોરીના દેહને પીંખી રહ્યો હતો શખ્સ, માતા આવી ગઈ તો ખાટલા નીચે સંતાઈ ગયો અને…

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક સગીરાની એકલતાનો લાભ લઈ, ઘરમાં ઘુસી જઈ તેના પર એક નરાધમે બળાત્કાર કર્યો છે. પાડોશમાં રહેતો આ પાપી સૌ પ્રથમ તો તેના ઘરમાં ઘુસી ગયો અને અડપલાં કર્યા, ચુંબન કર્યું અને પછી પોતાની હવસ સંતોષવા લાગ્યો. જોકે સગીરાની માતાએ ઘરમાં પ્રવેશ કરતા એ ખાટલા નીચે છૂપાઈ ગયો હતો અને અહીં જ માતાએ તેને ઝડપી લીધો હતો.

અમદાવાદ શહેરના એક ચોક્કસ વિસ્તારમાં દંપતિ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની 15 વર્ષની પુત્રી તેમની સાથે જ રહે છે. જ્યારે અન્ય એક પુત્રી સાસરિયે છે. એક દિવસ કામકાજ પર ગયેલી માતા બપોરના એક વાગ્યે ઘરે પરત ફરી તો ઘરનો દરવાજો ખુલ્લો હતો. રસોડામાં તેની પુત્રી બેઠી હતી.

માતાએ જ્યારે શું થયું એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે સગીરાએ ઈશારા દ્વારા ખાટલા નીચે છુપાયેલા નરાધમ તરફ આંગળી ચીંધી હતી. મહિલાએ આ શખ્સને પકડી લીધો હતો અને પોલીસને જાણકારી આપી હતી. એ વખતે તો સગીરાએ કંઈ ન થયું હોવાનું જણાવ્યું હતું પણ બાદમાં માસિક ન આવતા તેની સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી હતી.

અઢી મહિના થઈ ગયા હોવા છતાં પુત્રીને માસિક નહોતું આવી રહ્યું જેથી તેની માતા ચિંતામાં રહેતી હતી. આખરે તેની માતાએ તેને વિશ્વાસમાં લઈ પૂછ્યું હતું ત્યારે તરુણીએ સમગ્ર વિગત જણાવી હતી. સગીરાએ જણાવ્યું હતું કે પરિવારના તમામ લોકો જ્યારે કામથી બહાર ગયા હતા ત્યારે તે અંદર ઘુસી આવ્યો હતો. તેણે સગીરાને બાથમાં લીધી અને ચુંબન કર્યું. એ સગીરાને તાબે થવા કહેતો હતો પણ સગીરા નહોતી થતી. આ શખ્સે તેને મારી નાખવાની ધમકી આપી હોય બાદમાં સગીરા ગભરાઈ ગઈ હતી અને શખ્સે બે વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા.

જ્યારે ઘરમાં સગીરાની માતાનો પ્રવેશ થવાનો હતો ત્યારે યુવક ગભરાઈ ગયો હતો અને ખાટલા નીચે છુપાઈ ગયો હતો. સગીરા પણ તુરંત કપડાં પહેરી રસોડામાં ચાલી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો લગાડી આગળની તપાસ હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments