Homeગુર્જર નગરીઅમદાવાદ: ને પોલીસને મોબાઈલ જોતા જ ખબર પડી ગઈ કે ફરિયાદી જ...

અમદાવાદ: ને પોલીસને મોબાઈલ જોતા જ ખબર પડી ગઈ કે ફરિયાદી જ આરોપી છે

Team Chabuk-Gujarat Desk: આરોપીઓ આરોપ કરવામાં કેટલીય વખત પૂરતી સતર્કતા દાખવી મેદાનમાં કૂદતા હોય છે અને તોપણ સ્થિતિ એવી નિર્માણ પામે છે કે ખૂદના રચેલા પાંજરામાં તેઓ પોતે જ ફસાઈ જાય છે. કમર કસીને તૈયાર કરેલો ગાળિયો તેમના જ ગળામાં કસાઈ જાય એવી સ્થિતિ ઘણી વખત બનવા પામી છે. પણ હવે તો એક વિચિત્ર કિસ્સો આવ્યો છે. આ ઘટના અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. જ્યાં આરોપીએ તૈયારી તો હોટલના માલિકને ફસાવવાની કરી હતી પણ ફસાઈ પોતે ગયો.

નરોડાની પોલીસે આ ગુનામાં ખોટો મેસેજ કરીને પોલીસને ગેરમાર્ગે દોરનારા ઈસમ રાહુલની ધરપકડ કરી છે. આ વ્યક્તિએ નૂરમહોમ્મદ ભાઈને ફસાવવા માટે આખો ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો. તેણે પોતાના નંબર પર મેસેજ લખી બીજાના નંબર પર સેન્ડ કર્યો. અહીંથી તેણે સ્ક્રિનશોટ લીધો. પીડીએફ ફાઈલમાં એડિંટીગ કામકાજ કર્યું. આ મેસેજમાં મહિલા પીએસઆઈ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ધમકી આપવામાં આવી હતી. આ સંદેશઓ નૂરમહોમ્મદે મોકલ્યો હોય તેવું પોલીસમાં જઈ આરોપી રાહુલે જણાવ્યું હતું.

જોકે નૂરમહોમ્મદને ફસાવવા જનારો રાહુલ પોતે જ ગાળિયો બની ગયો હતો. પોલીસે તપાસ કરતા રાહુલ ત્યાં જ છત્તો થઈ ગયો હતો. આ આરોપીએ કંઈ પહેલી વખત ગુનાહીત કૃત્ય નથી આચર્યું. ભૂતકાળમાં પણ તેણે મારામારી કરી છે અને પાસામાં પણ જઈ આવ્યો છે. પણ રાહુલને એવો બધો શોખ શું ચડ્યો કે તેણે એક ખોટી પોલીસ ફરિયાદ કરવા માટે આટલી બધી કસરત કરી?

લાજવાબ ફ્રાય નામની નૂરમહોમ્મદભાઈની દુકાન છે. આ દુકાનમાં મફતનું ખાવા હેવાયા થઈ ગયેલા રાહુલને એ દિવસે નૂરમહોમ્મદભાઈએ મફતનું ભોજન નહોતું આપ્યું. જેથી તેણે તેમને ફસાવવા માટે સમગ્ર ષડયંત્ર રચ્યું હતું. રાહુલ વિરૂદ્ધ બે વર્ષ પહેલા નૂરમહોમ્મદભાઈએ જ હોટલમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે ઊંડો ખાડો ખોદનારો રાહુલ અંતે તેમાં જ પડ્યો છે અને તેની જ આખી કરામત તેના માટે ‘રાહુકાળ’ સાબિત થઈ ગઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments